ડભાણ પાસે સ્કૂલવાનના ચાલકે બે બાળાઓ સાથે અડપલાં કરતા ગુનો


નડિયાદ, તા.21 ફેબ્રુઆરી 2020, શુક્રવાર

નડિયાદ શહેરના ડભાણ પાસે આવેલ એક સ્કુલના વાન ચાલકે બે દિકરીઓને લલચાલી ફોસલાવી શારિરીક ચેષ્ટા કરી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે.આ બનાવ અંગે નડિયાદ રૂરલ પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર ડભાણ પાસેની એક સ્કુલમાં ભણતી બે દિકરીઓ શાળાના વાન ચાલક યુનુસભાઇ જૈયનુદીન મોમીનની ગાડીમાં અવર જવરકરતી હતી. ગત્ તા.૨૦-૨-૨૦૨૦ પહેલાના  ચાર-પાંચ દિવસ સુધી બંને દિકરીઓને લલચાલી,  ફોસલાવી ચોકલેટ આપવાની લાલચ આપી ગાડીમાં બોલાવી હતી.અને બંને દિકરીઓને યુનુસભાઇ મોમીને પોતાના મોબાઇલમાં રહેલ અશ્લીલ વિડિયો બતાવી ચેષ્ટાઓ કરી હતી.આ ઉપરાંત બંને દિકરીઓને આ અંગે કોઇને કશુ ન કહેવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે દિકરીના પરિવારજનોએ જાણ થતા નડિયાદ રૂરલ પોલીસ મથકે સ્કુલવાન ચાલક યુનુસભાઇ જૈયનુદીન મોમીન વિરુધ્ધ ફરિયાદ નોંધાવી છે.જ્યારે નડિયાદ રૂરલ પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.



from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2upy3uU
Previous
Next Post »