
પીસી કે લેપટોપમાં તમે વિન્ડોઝ એક્સપ્લોરરમાં કોઈ ફોલ્ડરમાંની તમારી ફાઈલ્સ જુદી જુદી રીતે સોર્ટ અને ગ્રૂપ કરી શકો છો. આ સુવિધા તમે કદાચ જાણતા તો હશો પણ તેનો પૂરો ઉપયોગ નહીં કરતા હો.
ધારો કે તમે તમારા કોઈ ક્લાયન્ટ માટેનાં તમામ કામ અલગ અલગ ફાઇલ્સમાં કરતા હો અથવા અન્ય કોઈ જરૂરિયાત માટે કોઈ ફોલ્ડર બનાવીને તેમાં જુદી જુદી ફાઈલ્સ સ્ટોર કરતા હો ત્યારે તેને અલગ અલગ રીતે સોર્ટ કે ગ્રૂપ કરવાથી આપણે જોઈતી ફાઇલ શોધવી બહુ સહેલી બની જતી હોય છે.
આપણી જરૂરિયાત અલગ અલગ હોઈ શકે અને એ મુજબ આપણે ફાઇલ્સને સોર્ટ અને ગ્રૂપ કરી શકીએ. જેમ કે આપણે ક્રિએટ કરેલી ફાઇલ્સ તારીખ મુજબ જોવી હોય તો જે તે ફોલ્ડરમાં પહોંચ્યા પછી જમણી તરફની ખાલી જગ્યામાં માઉસથી રાઇટ ક્લિક કરતાં એક મેનૂ ખુલે છે અને તેમાં ફાઇલ્સ લિસ્ટ સંબંધિત જુદા જુદા વિકલ્પો જોવા મળે છે. તેમાં ‘ગ્રૂપ બાય’ પર ક્લિક કરતાં આપણી ફાઇલ્સને તેના નામ, મોડિફાય કરેલ તારીખ, ફાઇલનો પ્રકાર (વર્ડ, એક્સેલ, પીડીએફ વગેરે) કે સાઇઝ જેવી જુદી જુદી રીતે ગ્રૂપ કરી શકાય છે. એક વાર તમારી ફાઇલ્સને આ રીતે સોર્ટ કરી જુઓ, તમને તેના વિના ચાલશે નહીં!
from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3cbWLQq
ConversionConversion EmoticonEmoticon