
ખેડા, તા.27 ફેબ્રુઆરી 2020, ગુરુવાર
ખેડા-માતર રોડ પર આવેલ શેઢી નદીમાં સવારના ૧૧:૦૦ કલાકની આસપાસ બે યુવકો નદીમાં ડુબ્યા હોવાની ઘટના પ્રકાશમાં આવી હતી.આ બનાવની જાણ થતા ખેડા ફાયર બ્રિગ્રડના જવાનો અને સ્થાનિક તરવૈયાઓ બનાવ સ્થળે દોડી આવી નદીના પાણીમાં ડુબેલા બંને યુવકોની શોધખોળ હાથ ધરી હતી.કલાકોની જહેમત બાદ બંને યુવકોના મૃત દેહ મળી આવ્યા હતા.
ખેડાના કેમ્પ વિસ્તારમાં રહેતા પ્રવિણભાઇ બચુભાઇ રાવળ અને ખેડાના હરીયાળામાં રહેતા કાનજીભાઇ છોટાભાઇ રાવળ આજે સવારના ૧૧:૦૦ વાગ્યાની અરસામાં શેઢી નદીમાં ઉતર્યા હતા.આ બાદ બંને યુવકો ઉંડા પાણીમાં ગરકાવ થઇ ગયા હતા. શેઢીના નદીમાં બે યુવકો ડૂબયા હોવાની ઘટનાથી પંથકમાં ચકચર મચી ગયી હતી.
આ વાત વાયુવેગે આસપાસના વિસ્તારમાં પ્રસરતા સ્થાનિક ગ્રામજનોના ટોળે ટોળા નદીના પટ્ટમાં અને પુલ પર આવી પહોચ્યા હતા. આ બનાવની જાણ ખેડા ફાયરબ્રિગ્રડને થતા ફાયરબ્રિગ્રેડના ડ્રાઇવર જગદીશભાઇ રાઠોડ અને સ્થાનિક તરવૈયાઓએ બંને યુવકોને બચાવવા માટે નદીના પાણીમાં ઝંપલાવ્યુ હતુ.યુવકોની શોધખોળ આદરી હતી.
આ સમયે કાનજીભાઇ છોટાભાઇ રાવળ ની લાશ નદીના પાણીમાં દેખાઇ આવતા તેને બહાર કાઢી ખેડા સિવિલ હોસ્પિટલ ખાતે મોકલી આપવામાં આવ્યો હતો.
આ બાદ બીજા યુવકની શોધખોળ હાથ ધરવામાં આવી હતી.ફાયરબ્રિગ્રેડના ડ્રાઇવર જગદીશભાઇ રાઠોડ અને સ્થાનિક તરવૈયાઓની કલાકોની જહેમત બાદ પ્રવિણભાઇ બચુભાઇ રાવળનો મૃત દેહ નદીના ઉંડા પાણીમાંથી મળી આવ્યો હતો.આ બાદ મૃતકની લાશને ખેડા સિવિલ ખાતે પી.એમ માટે મોકલી આપવામાં આવી હતી.આ બનાવ અંગે ખેડા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હોવાનુ પોલીસ સુત્રો પાસેથી જાણવા મળ્યુ હતુ.
નહાવા પડવાથી ડૂબી ગયા કે કોઈ અન્ય કારણ હશે ?
મૃતક પ્રવિણભાઇ બચુભાઇ રાવળ અને મૃતક કાનજીભાઇ છોટાભાઇ રાવળ બંને યુવકો ક્યા કારણોસર નદીના પટ્ટમાં ગયા હતા, ન્હાવા માટે ઉતર્યા હતા કે કોઇ અન્ય કારણોસર જેવા અનેક પ્રશ્નો સ્થાનિક લોકોના મુખે ચર્ચાઇ રહ્યા છે.જો કે બંને યુવકોના ચંપલ નદીના પટ્ટમાં બહારની બાજુ હોવાથી બંને યુવકો ડુબ્યા હોવાનુ અનુમાન સ્થાનિકોએ લગાવ્યુ હતુ.અને ફાયરબ્રિગ્રડને જાણ કરવામાં આવી હોવાનુ જણાવ્યુ હતુ.
from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/399EilI
ConversionConversion EmoticonEmoticon