ઠાસરા તાલુકા વેચાણ સંઘમાં યોજાયેલી રસાકસીભરી ચૂંટણીમાં 90 ટકા મતદાન


ઠાસરા, તા.27 ફેબ્રુઆરી 2020, ગુરુવાર

ઠાસરા તાલુકા વેચાણ સંઘની ચૂંટણી આજરોજ યોજાઇ હતી.ભારે રસાકસી ભર્યો માહોલમાં ચૂંટણીની મતદાન થયું હતુ.આ ચૂંટણીમાં ખેડુત વિભાગ,વેપારી વિભાગ અને ખરીદ વેચાણ વિભાગમાંથી ૨૯ ઉમેદવારોએ ચૂંટણીમાં ઝંપલાવ્યુ છે.

ઠાસરા તાલુકા વેચાણ સંઘની ભારે રસાકસી ભર્યા માહોલ સાથે આજે ચૂંટણી યોજાઇ હતી.  જેમાં ખેડુત વિભાગ,વેપારી વિભાગ અને ખરીદ વેચાણ વિભાગમાંથી ઉમેદવારી નોંધાવી છે.જેમાં ખેડુત વિભાગમાંથી ૧૭ ઉમેદવારો ચૂંટણી મેદાનમાં ઉભા રહ્યા છે.જ્યારે ખેડુત મતવિભાગના ૨૩૮ મતદારો મતદાન  કરશે.આ બાદ વેપારી વિભાગમાંથી ૮ ઉમેદવારોએ ચૂંટણીમાં જંપલાવ્યુ છે.જેમાં ૨૦૯ મતદારો છે.

જ્યારે ખરીદ વેચાણ વિભાગમાં ૪ ઉમેદવારોએ ચૂંટણીમાં જંપલાવ્યુ છે.જેમાં ૬૮ મતદારો છે.આમ તાલુકા વેચાણ સંઘની ચૂંટણીમાં ખરાખદીનો જંગ જામ્યો છે. 

સવારથી શરૂ થયેલ મતદાનમાં આશરે ૯૦ ટકા મતદાન નોધાયુ છે.જ્યારે મતગણતરી તા.૨૮-૨-૨૦૨૦ ના સવારના ૯:૦૦ કલાકે યોજાશે તેમ જિલ્લા રજીસ્ટારે જણાવ્યુ હતુ.



from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2uBk1pY
Previous
Next Post »