તાપસી પન્નુ જર્મન ફિલ્મની હિંદી રિમેકમાં કામ કરશે


મુંબઇ,તા.19 ફેબ્રુઆરી 2020 બુધવાર

તાપસી પન્નુ બોલીવૂડમાં સ્થાન જમાવી ચુકી છે. તેની પાસે લાઈનબંધ  ફિલ્મો છે. તેની આવનારી ફિલ્મ 'થપ્પડ'નું ટ્રેલર હાલ જ રિલીઝ થયું છે. આ પછી તે ' શાબાશ મિઠ્ઠુ'માં કામ કરવાની છે. આ ઉપરાંત તેણે જર્મન કલ્ટ ક્લાસિક ફિલ્મ 'રન લોલો રન'ની હિંદી રીમેક 'લૂપ લપેટા'માં જોવા મળશે. 

આ નવા પ્રોજેક્ટ વિશે તાપસીએ ઇન્સ્ટાગ્રામના પોતાના એકાઉનટ પર જાણકારી આપી હતી. તેણે એક પોસ્ટર શેર કરીને ટાંક્યું છે કે, '' લો, મારી એક વધુ ફિલ્મની ઘોષણા કરી રહી છું. હું તૈયાર છું. જર્મન ક્લાસિક કલ્ટ ફિલ્મ 'રન લોલા રન'ના હિંદી રીમેકના હક્ક મળી ગયા છે. આ ફિલ્મમાં દિગ્દર્શન આકાશ ભાટિયાનું છે. મારી સાથે આ ફિલ્મમાં તાહિર રાજ ભસીન જોવા મળશે.''

તાપસીનો સહ-એકટર તાહિર રાજ ફિલ્મ 'મર્દાની'થી બોલીવૂડમાં ડેબ્યુ કર્યું છે. હાલમાં જ તે 'છિછોરે'માં પણ જોવા મળ્યો હતો. તેમજ કબીર ખાનની ક્રિકેટ પીરિયડ ફિલ્મ '૮૩'માં પણ કામ કરી રહ્યો છે. 



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/38OIOpC
Previous
Next Post »