
સ્વામી વિવેકાનંદ વિશ્વભ્રમણ કરી રહ્યા હતા. તેઓ પોતાના ઉપદેશોથી ભારતીય સંસ્કૃતિ તથા ધર્મની શ્રેષ્ઠતાનો શંખનાદ કરી રહ્યા હતા. એ જ સમયે જાપાનના એક વિદ્વાને એમને પૂછયું : 'ભારતમાં ગીતા, રામાયણ, ઉપનિષદ વગેરેનું આટલું ઉચ્ચજ્ઞાાન અને દર્શન ઉપલબ્ધ છે તેમ છતાં ભારતવાસી પરાધીન અને નિર્ધન કેમ બની ગયા છે ?'
(1) ભગવાન પાસે શું માગવું ?
એક બ્રહ્મી લોકકથા છે. એમાં બે માણસો એક દેવને પ્રસન્ન કરે છે. દેવ કહે છે : ' માગ, માગ, માગે તે આપું.'
પહેલાએ માગ્યું : 'પ્રભુ ! મને ધનવૈભવ, સુખશાંતિ અને વૈભવ આપો.'
'મૂર્ખરાજ ! તથાસ્તુ' કહી દેવે તેની ઇચ્છા પૂરી કરી.
બીજાએ માંગ્યું : 'પ્રભુ ! મને માણસ બનાવો.'
દેવે કહ્યું : 'માણસ તો તને બનાવેલો જ છે.'
'ના, એમ નહિ, મને સાચો માણસ બનાવો.'
'એવી અસ્પષ્ટ વાત ન કરીશ. તારે જે જોઈએ તે ચોખ્ખું માંગ.'
સારું, મને સાદાઈ અને નમ્રતા આપો. પુરુષાર્થ અને પ્રમાણિક્તા આપો. મને ધીરજ અને ખંત આપો. મને સેવાભાવી અને શ્રદ્ધાન્વિત બનાવો.'
'બુદ્ધિમાન, તથાસ્તુ' કહી દેવ અંતર્ધાન થઈ ગયા.
(2) ધર્માચરણ...
સ્વામી વિવેકાનંદ વિશ્વભ્રમણ કરી રહ્યા હતા. તેઓ પોતાના ઉપદેશોથી ભારતીય સંસ્કૃતિ તથા ધર્મની શ્રેષ્ઠતાનો શંખનાદ કરી રહ્યા હતા. એ જ સમયે જાપાનના એક વિદ્વાને એમને પૂછયું : 'ભારતમાં ગીતા, રામાયણ, ઉપનિષદ વગેરેનું આટલું ઉચ્ચજ્ઞાાન અને દર્શન ઉપલબ્ધ છે તેમ છતાં ભારતવાસી પરાધીન અને નિર્ધન કેમ બની ગયા છે ?' તેનો ઉત્તર આપતાં સ્વામી વિવેકાનંદે કહ્યું :' સર્વશ્રેષ્ઠ અને શક્તિશાળી બંદૂક હોવા છતાં પણ તેના ઉપયોગની રીત તેનો માલિક ન જાણે તો તે બંદૂકથી પોતાનું રક્ષણ કરી શક્તો નથી. એજ દુ:ખ છે કે પોતાનો શ્રેષ્ઠ ધર્મ અને સંસ્કૃતિ હોવા છતાં ભારતવાસી તેને અનુરૃપ આચરણ કરતા નથી. ધર્મની મહાનતા એના આચરણમાં સમાયેલી છે.
3) સદ્વિચાર
સ્વામી રામકૃષ્ણ પરમહંસ પૂજા પહેલાં દરરોજ ખૂબ મનોયોગથી પોતાનો લોટો માંજ્યા કરતા હતા. એકવાર તેમના શિષ્યએ તેમને આ બાબતમાં પૂછયું. તો રામકૃષ્ણદેવ બોલ્યા : ' આ લોટાને સાફ કરતાં કરતાં હું મારા મનને સાફ કરવાની વાત યાદ રાખું છું. આ લોટો તો માત્ર પ્રતીક છે પરંતુ જે દશા આની છે તે જ આપણા અંતર્મનની છે. આ સંસારમાં રહેતાં મન પર દરરોજ કુસંસ્કારોનો પ્રભાવ પડે છે. અને તે પણ આ લોટાની જેમ મેલું થઈ જાય છે. એટલે આપણે દરરોજ સદ્વિચારોથી આપણા અંતર્મનને પણ માંજતા રહેવું જોઈએ. જેથી મન પર કુસંસ્કાર રૃપી મેલ ટકવા ન પામે.
- કનૈયાલાલ રાવલ
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/37LVko9
ConversionConversion EmoticonEmoticon