અમદાવાદ, તા. 19 ફેબ્રુઆરી 2020, બુધવાર
રિલાયન્સ જિયોએ જિયો સેલ્યુલર બાદ બ્રોડબેન્ડમાં પોતાની પકડ મજબુત કરવા માગે છે. કંપનીએ જિયો ફાઇબરના નામે બ્રોડબેન્ડ સર્વિસ લૉન્ચ કરી વાછે. જિયો ફાઇબરને લઇને રિલાયન્સનો ટાર્ગેટ લૉન્ચિંગના એક વર્ષની અંદર 50 મિલિયન એટલે કે 5 કરોડ ગ્રાહકો સુધી પહોંચવાનો છે. તેના માટે કંપનીએ અનેક સસ્તા પ્લાન લૉન્ચ કર્યા છે.
આ જ પ્લાનમાંથી એક પ્લાન 199 રૂપિયાનો છે. એક રિપોર્ટ અનુસાર, જિયો ફાઇબર પાસે 199 રૂપિયાનો એક વીકલી પ્લાન છે. આ પ્લાન અંતર્ગત તમે દર મહિને 5 ટીબી સુધી ડેટાનો યુઝ કરી શકો છો. ચાલો તમને જણાવીએ આ પ્લાન વિશે…

હકીકતમાં આ પ્લાનમાં તમને 1 ટીબી ડેટા મળે છે પરંતુ જો તમે આ પ્લાનને પાંચ વાર રિચાર્જ કરાવો તો તમારે 35 દિવસ માટે 1,170 રૂપિયા ખર્ચ કરવા પડશે. તેમાં તમને કુલ 5 ટીબી ડેટા મળશે. તમને વિચાર આવતો હશે કે આખરે આ પ્લાનમાં શું ફાયદો છે. 199 રૂપિયાના પ્લાનમાં પહેલો ફાયદો એ છે કે આ પ્લાનમાં તમને 100mbpsની સ્પીડ મળે છે. બીજો ફાયદો એ છે કે માસિક એફયૂપી ડેટા પૂરો થયા બાદ પણ તમને ઇન્ટરનેટ યુઝ કરી શકો છો.

ટોટલ ફાયદો જોઇએ તો 199 રૂપિયાનો પ્લાન જિયો ફાઇબરનો સૌથી સસ્તો પ્લાન છે કારણ કે કોઇ અન્ય મંથલી પ્લાનમાં તમને આટલો ડેટા નહી મળે. જેમ કે જો તમે 1299 રૂપિયાનો ગોલ્ડ પ્લાન લેશો તો તમારે 18 ટકા જીએસટી પણ આપવો પડશે અને તે બાદ પણ તમને 750 જીબી ડેટા મળશે અને તે પણ 250 mbpsની સ્પીડથી. તો હવે તમે જ નક્કી કરી લો કયા પ્લાનમાં તમને વધુ ફાયદો મળશે.
from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/32jOPYZ
ConversionConversion EmoticonEmoticon