અમદાવાદ, તા. 18 ફેબ્રુઆરી 2020 મંગળવાર
તમારા ઘરમાં કદાચ આ રોજિંદું દૃશ્ય હશે - સાંજના સમયે ટીવી પર સિરિયલ ચાલી રહી હોય ત્યારે સામે આખો પરિવાર એક સાથે બેઠો હોય, પણ લગભગ દરેકના હાથમાં સ્માર્ટફોન હોય! જેને ટીવીમાં ચાલતી સિરિયલમાં બિલકુલ રસ ન હોય એ વ્યક્તિ સ્માર્ટફોનમાંની કોઈ એપમાં બીજી સિરિયલ જોઈ રહી હોય અને જેને ટીવીની સિરિયલમાં રસ હોય એ વચ્ચે આવતા બ્રેક દરમિયાન પોતાના સ્માર્ટફોનમાં બીજાં કંઈક ખાંખાખોળા કરી રહી હોય. આમ સૌ સાથે બેઠા તો હોય, છતાં ખરેખર સાથે ન હોય!
સ્માર્ટફોનને કારણે આપણે સૌ ધીમે ધીમે એકલવાયા બની રહ્યા છીએ. વોટ્સએપમાં આવી ફરિયાદો કરતા અને હૂંફાળા સંબંધોનો મહિમા ગાતા મેસેજ પણ ફરતા રહે છે, પણ એની ખાસ કંઈ અસર થતી હોય એવું લાગતું નથી! પરંતુ જેમ નવી ટેકનોલોજી આપણને એકમેકથી દૂર લઈ જઈ શકે છે એમ નજીક પણ લાવી શકે છે.
એક જ પરિવારના તો ઠીક, વિશ્વના જુદા જુદા ખૂણે રહેતા મિત્રો પણ નવી ટેકનોલોજીને પ્રતાપે એકમેકના ગાઢ સંપર્કમાં રહી શકે છે. વોટ્સએપ કે ફેસબુક પર સાચા ફ્રેન્ડઝ કે ફેમિલીના ગ્રૂપ બનાવીને એકમેકના સંપર્કમાં રહેવાનું તો આપણને બરાબર ગોઠી ગયું છે, આ જ બાબતને આપણે જુદી જુદી ઘણી રીતે વિસ્તારી શકીએ છીએ.
ઇન્ટરનેટ પર અનેક રીતે ‘કોલાબોરેશન’ એટલે કે સાથે કામ કરવું શક્ય બન્યું છે. હવે કોલાબોરેશન માત્ર બિઝનેસ સંબંધિત શબ્દ નથી રહ્યો. બે ચાર મિત્રો કે દાદા અને પૌત્ર પણ ઇન્ટરનેટ પર કોલાબોરેશન કરીને પોતાના સંબંધોમાં નવી ઉષ્મા અને નવાં પરિમાણો ઉમેરી શકે છે.
અહીં નીચે કલ્પનાને જરા છૂટો દોર આપીને કેટલાક કિસ્સા આલેખ્યા છે. દરેકમાં વર્ણવેલી વ્યક્તિ, જરૂરિયાતો વગેરે બધું જ કાલ્પનિક છે, પરંતુ ટેકનોલોજીના સૂચિત ઉપાયો બિલકુલ સાચા છે! તમે જુદા ઉપાય પણ અજમાવી શકો. ઇન્ટરનેટ પર એક મંઝિલના ઘણા રસ્તા મળી શકે. હેતુ માત્ર એટલો જ છે કે ઇન્ટરનેટનો આવો પણ ઉપયોગ થઈ શકે એ દિશામાં વિચારતા થવું. આખરે ટેકનોલોજી આપણને સૌને અલગ કરવા માટે નથી, જોડવા માટે છે!
from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3bNtviI
ConversionConversion EmoticonEmoticon