અમદાવાદ, તા.18 ફેબ્રુઆરી 2020, મંગળવાર
ગયા અઠવાડિયે, સેમસંગ કંપનીએ ‘સેમસંગ ઝેડ ફ્લિપ’ નામે તેનો ફોલ્ડેબલ ફોન લોન્ચ કર્યો.
કંપનીએ એ પહેલાં ગયા વર્ષે પણ ફોલ્ડ થઈ શકે તેવો ફોન રજૂ કર્યો હતો. તેની સાથોસાથ અગાઉ ફીચર ફોનના સમયે ‘મોટોરેઝર’ નામના ફોલ્ડેબલ ફોનથી ધૂમ મચાવનારી મોટોરોલા કંપની પણ ‘રેઝર’ નામે ફોલ્ડેબલ એન્ડ્રોઇડ સ્માર્ટફોન લોન્ચ કરી ચૂકી છે.
અત્યાર સુધીના આ ફોલ્ડેબલ ફોન્સ ખાસ ગજું કાઢી શક્યા નથી, પણ સેમસંગ ઝેડ ફ્લિપથી આ સ્થિતિ બદલાય તેવી શક્યતા છે. આ ફોનમાં વચ્ચેથી ફોલ્ડ કરતાં, લગભગ ચોરસ બની જાય છે, અને અનફોલ્ડ કરતાં, બિલકુલ રેગ્યુલર સ્માર્ટફોન જેવું જ પર્ફોર્મન્સ આપે છે. ભારતમાં આ ફોન વેચાવાની શરૂઆત થાય ત્યારે તેની કિંમત એક લાખની ઉપર રહેવાની શક્યતા છે.
દરમિયાન, માઇક્રોસોફ્ટે થોડા સમય પહેલાં, ‘સરફેસ ડ્યૂઓ’ નામે ડ્યૂઅલ સ્ક્રીન ધરાવતો સ્માર્ટફોન રજૂ કર્યો છે. આ નવા પ્રકારના સાધનમાં 5.6 ઇંચના બે સ્ક્રીન રહેશે. બંને સ્ક્રીન વચ્ચેની હિંજ એ પ્રકારની છે કે બંને સ્ક્રીનને ફોલ્ડ કરીને સાવ એક ફોન જેવું સ્વરૂપ પણ આપી શકાય છે.
આ ફોન ગૂગલની એન્ડ્રોઇડ ઓપરેટિંગ સિસ્ટમ પર ચાલશે. તેમાં બંને સ્ક્રીન પર અલગ અલગ બાબતો પર કામ કરી શકાશે અને તેને સંપૂર્ણ અનફોલ્ડ કરીએ તો એક સળંગ સ્ક્રીનના ટેબલેટ તરીકે પણ તે કામ આપશે!
from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2vHr6FO
ConversionConversion EmoticonEmoticon