હવે ટૂંક સમયમાં ગૂગલ આસિસ્ટન્ટને ગૂંચવણભર્યાં નામ શીખવી શકાશે

અમદાવાદ, તા.18 ફેબ્રુઆરી 2020, મંગળવાર

વર્ચ્ચુઅલ આસિસન્ટન્ટના ક્ષેત્રે, એપલની સિરી, ગૂગલની ગૂગલ આસિસ્ટન્ટ, માઇક્રોસોફ્ટની કોર્ટના અને એમેઝોનની એલેક્સા સર્વિસ વચ્ચે ખાસ્સી હરીફાઇ છે, પણ આ ત્રણેયમાં ગૂગલ

આસિસ્ટન્ટ સૌથી વધુ સ્માર્ટ હોવાનું મનાય છે. તમે તમારા એન્ડ્રોઇડ સ્માર્ટફોનમા, હોમ સ્ક્રીન બટન જરા લાંબો સમય પ્રેસ કરીને ગૂગલ આસિસ્ટન્ટ એક્ટિવેટ કરી શકો છો. જો તમે તમારા સ્માર્ટફોનને તમારો અવાજ ઓળખવાની ટ્રેનિંગ આપી હોય તો ‘હેય ગૂગલ’ કે ‘ઓકે ગૂગલ’ કહીને પણ તમે ગૂગલ આસિસ્ટન્ટને એક્ટિવેટ કરી શકો છો.

તમે ઇચ્છો તો કશુંક ટાઇપ કરીને તમે આસિસ્ટન્ટને કમાન્ડ આપી શકો, પણ તેની ખરી મજા વોઇસ કમાન્ડમાં છે.

જેમ કે, તમે ‘હેય ગૂગલ, ઓપન કેમેરા’ કે ‘ઓકે ગૂગલ, ઓપન વોટ્સએપ ટુ…’ કે ‘ઓકે ગૂગલ, કોલ ટુ….’ જેવો કમાન્ડ આપીને ફોનને આંગળી અડાડ્યા વિના ફોન પાસેથી ધાર્યાંકામ લઈ શકો છો (ક્યારેક ફુરસદે ફોનથી વાત કરવાને બદલે, ફોન સાથે પણ વાત કરી જોવા જેવી છે, મજા પડશે!).

આમાં તકલીફ એ છે કે ગૂગલ આસિસ્ટન્ટ ખાસ્સું સ્માર્ટ હોવા છતાં, આપણા કોન્ટેક્ટ લિસ્ટમાં સ્ટોર થયેલાં નામ સમજવામાં એ ગોથાં ખાય છે. આવી તકલીફ માત્ર ભારતીય નામસમજવામાં નથી, આખી દુુનિયાના વિવિધ દેશોના લોકોનો આજ અનુભવ છે.

હવે તેનો ઉપાય ટૂંક સમયમાં મળે તેવી શક્યતા છે. એક સમાચાર અનુસાર, આપણે જે કોન્ટેક્ટ માટે વારંવાર, વોઇસ કમાન્ડ આપીને કોલ જોડવા માગતા હોઈએ, તેનો ઉચ્ચાર આસિસ્ટન્ટને ‘સમજાવી’ શકાય તેવું ફીચર ગૂગલ આસિસ્ટન્ટના નવા વર્ઝનમાં આવી રહ્યું છે. ગૂગલ કે તેના જેવી બીજી કમ્પ્યુટર સર્વિસીઝ, આપણા ઉચ્ચારો કેવી રીતે ‘સમજી’ લે છે એ ‘નેચરલ લેંગ્વેજ પ્રોસેસિંગ’ પણ ક્યારેક ફુરસદે તપાસવા જેવી રસપ્રદ ટેક્નોલોજી છે.




from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2ucbppG
Previous
Next Post »