શત્રુઘ્ન સિંહાએ પાકિસ્તાનમાં યોજાયેલા લગ્નમાં ગૂપચૂપ હાજરી આપી

લાહોર,  તા.21 ફેબ્રુઆરી 2020, શુક્રવાર

ફિલ્મ એક્ટર અને કોંગ્રેસમાં જોડાઈ ચુકેલા પૂર્વ સાંસદ શત્રુઘ્ન સિંહા એક લગ્નમાં હાજરી આપવા માટે ગૂપચૂપ પાકિસ્તાનના લાહોરમાં પહોંચ્યા હતા.

જોકે હવે આ લગ્નમાં શત્રુઘ્ન સિંહાની હાજરીના વિડિયો અને ફોટોગ્રાફ સોશ્યલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.પાકિસ્તાનના પરવેઝ મુગલ નામના એક ફોટોગ્રાફરે આ તસવીરો શેર કરી છે. જેમાં શત્રુઘ્ન સિંહા પણ નજરે પડી રહ્યા છે.

આ ફોટોગ્રાફરે લખ્યુ હતુ કે, હના અને અહેમદની કવ્વાલી નાઈટ પર રીમા અને શત્રુઘ્ન સિંહાજી, હેપનિંગ નાઉ...

જોકે આ ફોટોગ્રાફ પર હજી સુધી શત્રુઘ્ન સિંહા તરફથી કોઈ પ્રતિક્રિયા આવી નથી. શત્રુઘ્ન સિંહાની સાથે પાકિસ્તાની ફિલ્મ સ્ટાર રીમા પણ હાજર હતી.

પાકિસ્તાન અને ભારત વચ્ચે ચાલી રહેલા તનાવના માહોલમાં શત્રુઘ્ન સિંહાની પાકમાં યોજાયેલા લગ્નમાં હાજરીના કારણે વિવાદ પણ થઈ શકે છે.

તાજેતરમાં વિવાદ સર્જાવાની બીકે જ સુપર સ્ટાર સલમાનખાને પાકિસ્તાની ઈવેન્ટ ઓર્ગનાઈઝરના અમેરિકામાં યોજાનારા શોમાં હાજરી આપવાનો ઈનકાર કરી દીધો હતો.




from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2HGVMd5
Previous
Next Post »