
સારા 'કુલી નં.૧' નું શૂટીંગ કરતી હતી ત્યારે કાર્તિક તેને જન્મદિનની સરપ્રાઈઝ આપવા છેક બેંગકોક ગયો હતો અને ત્યાં પણ તેના ભાઈ ઈબ્રાહિમ સાથે પહેલી હરોળમાં બેઠો હતો.
'કેદારનાથ' અને 'સિમ્બા' પછી 'વેલેન્ટાઈન ડે' પર 'લવ આજ કલ' નામની ત્રીજી ફિલ્મ સારા અલી ખાનની આવી રહી છે. આ ફિલ્મના આગમન પૂર્વે જ એ ભારે ખુશખુશાલ છે કેમ કે આ ફિલ્મની રિલીઝ ડેટ ઘણી સારી છે અને 'લવ....' ને જોરદાર આવકાર મળે એવી આશા છે. અહીં સારા અલી સાથે તેના સહકલાકાર અને પ્રેમ માટેની તેની વ્યાખ્યા અને કલ્પના અંગે વાત કરવામાં આવી છે. જે પ્રેમીવાચકોને જરૂર ગમશે.
સારાને તેના સહકલાકાર અને વન-ટાઈમડેટ અંગે પૂછીએ તો તરત જ ભાવવિહીન ચહેરો કરીને કહે છે, હું નહોતી માનતી કે હું કાર્તિક (આર્યન) સાથે કામ કરીશ. એ વીર હતો અને હું ફિલ્મના સેટ પર તેને મળી. હું નથી માનતી કે સારા અને કાર્તિકે એકબીજાને આલિંગન પણ આપ્યું હોય. તેઓ ઝોયા અને વીર હતા. હવે, તેઓ કેટલાક જોશીલા બન્યા છે. હવે એક્ટ્રેસ એવું માને છે કે તેના આનાડીવેળા , વિચિત્રતા ... વધતી જાય છે જે રઘુ અને વીર- કાર્તિકના સ્ક્રીન અવતાર છે.
વાસ્તવમાં અભિનેતા હોય એવા આ બે જણાતો નથી. આથી શું એ અન્ય કોઈ અભિનેતા સાથે સહકલાકાર બનાવવા સહકાર સાધવાને પ્રયાસ કરી રહી છે? 'હા, કોઈક માટે....' એમ સારા કહે છે અને પછી ઓચિંતી જ મૌન તોડતા કહે છે, 'ના....ના.... તમે બીજાની વાત નહીં કરો.' એવી તે સ્પષ્ટતા કરે છે. 'હું જે કંઈ કહું છું એ તો ચપટી ભર મીઠું સમાન છે. કેમ કે કેટલીક વાર તો કોઈ વાત માત્ર અસર ઉપજાવવા માટે જ કહેવામાં આવી હોય છે ઠીક છે, અમે થોડા ગૂંચવાયેલા હતા અત્યાર સુધી.
સોશિયલ મીડિયા પર મુકાયેલા ફોટા અને પોસ્ટમાં એમ જણાવવામાં આવ્યું છે કે જ્યારે કાર્તિક 'પતિ, પત્ની ઔર વોે' ના શૂટીંગ પર હતો ત્યારે સારા તેને મળવા છેક લખનઉ ગઈ હતી અને સારા 'કુલી નં.૧' નું શૂટીંગ કરતી હતી ત્યારે કાર્તિક તેને મળવા છેક બેંગકોક ગયો હતો અને એ પણ તેને જન્મદિનની સરપ્રાઈઝ આપવા. અને ત્યાં પણ તેના ભાઈ ઈબ્રાહિમ સાથે પહેલી હરોળમાં બેઠો હતો. તે વેળા તેનો ેપ્રથમ રેમ્પ-વોક ચાલતો હતો પણ આથી તમે આગળ વધો એ પહેલા જ અભિનેત્રીએ તેની આંખો ઢાળી દીધી અને આગળ વધવાની ના પાડી દીધી- એ પણ આંખોના ઈશારે.
તમે વિષય નહીં બદલો ત્યાં સુધી તેણે વાત કરવાની સાફ ના પાડી દીદી. અચ્છા તો પછી, આવી અત્યંત સળગી ઉઠે એવી પરિસ્થિતિમાં તેને તેના લવની વ્યાખ્યા માટે પૂછ્યું. તેણીની આંખ એકદમ ઉઘડી ગઈ, પ્રેમની ભાષા અને પ્રત્યાઘાત બદલાઈ ગયા છે, પણ ૨૪ વર્ષની એક આદર્શવાદી વ્યક્તિ તરીકે હું એવું માનું છું કે તેના નૈતિક વિચારો અને પ્રાકૃતિક લક્ષણ હજુ ય એવા જ છે.'
જોમવંતા સંબંધોમાં આવેલા ફેરફારને કારણરૂપ ગણતા મહિલાઓ હવે નાણાંકીય રીતે સ્વતંત્ર બની ગઈ છે. તેઓ વધુ શક્તિશાળી નિકટતા હવે ઈચ્છતી નથી. આ માટે તેઓ સ્પષ્ટ ના પાડી દે છે. 'મને એવું લાગે છે ' ૯૦ના દાયકાનું પુનરાવર્તન થઈ રહ્યું છે. અને તેથી જ તેઓ આજે પણ પહેલા જેવું જ વલણ દાખવે છે, પણ હા, લજ્જા અને સંકોચે વિદાય લીધી છે કેમ કે હવે સ્ત્રીઓએને અન્યના ટેકાની જરૂર નથી રહી. એ જે કંઈ કહે છે એમાં જ તેને તમારા ટેકાની જરૂર છે. હવે પરિસ્થિતિ સમાનતા ભણી ગઈ છે, એમ તેણે જણાવ્યું.
ઈમ્તિયાઝ અલીની ફિલ્મમાં તેના પાત્ર અંગે તેને જણાવાયું કે તારું પાત્ર તારી કેરિયર સાથેના સંબંધોને લગતું છે અને સારાએ એ માટે કારણ આપ્યું છે કે ઝોયાની લડત ત્યાં પૂરી થઈ જાય છે, પણ બંને કેમ સહઅસ્તિત્ત્વ ધરાવે છે અને તે પણ એક પુરુષ માટે? આપણી બધાની નાણાંકીય સ્વતંત્રતા હજુ સુધી સમાનતાના સ્તર સુધી નથી પહોંચી કે જ્યાં વિપક્ષો પહોંચ્યા છે, તેણે જવાબ આપ્યો.
એક સિંગલ માતાની પુત્રીએ વિશ્વમાં તેણે તેનું સ્થાન બનાવવાનું છે. પ્રેમ અને કેરિયર વચ્ચે સંતુલન જાળવવાનું છે. સારાએ સ્વીકાર્યું કે મારા અને મારા પાત્ર વચ્ચે કેટલીક બાબતો સમાન છે.' પણ અંતે તો બધુ દિગ્દર્શક પર આધાર રાખે છે. 'અંગતપણે હું વળગી રહું એવી વ્યક્તિ નથી. મે કામ કઢાવતા પહેલા તેમણે મને ઘણું શીખવવું પડશે. ઝોયા વિરુધ્ધમાં બેઠી છે. તે એની શાંતિ ઝડપથી ગુમાવી શકે છે અને અણધાર્યા સર્જાયેલો સંબંધોની તેને ઝાઝી પરવાહ પણ નથી. એમ તે ઉમેરે છે.
આમ છતાં જો એ તેની પાત્ર સાથે ઘરોબો ધરાવતી નહીં હોય તો ઓડિયન્સ પણ તેની સાથે ઘરોબો જાળવી નહીં શકે એવું બની શકે એમ નથી. 'ના.... ના.... પણ જો સહયોગ જાળવી રાખે એવી સંસ્કૃતિ હોય તો એ તમને સંકોચાવી નાખશે, ખુશામતીયું બનાવી દેશે અને એ પછી ફ્લેશ બેકની વાર્તા શરૂ થશે, જેમાં ૯૦ના દાયકાનો જૂનો સારો રોમાન્સ જાગશે. તારી ફિલ્મમાં જે કરવાનું છે એ તું અહીં કરી શકશે. સંભવત : સમગ્ર ફિલ્મ દરમિયાન .' એમ કહી સારા બચાવ કરે છે. આમાં ઉમેરો કરતાં એ કહે છે, ઈમ્તિયાઝનું કેરેક્ટર ઘણું લાંબુ છે અને કરિના કપૂરની 'જબ વી મેટ' ફિલ્મનું ગીત કે જે 'હાઈવે' માં આલિયા ભટ્ટનું ફેવરેટ હતું. 'મને એનું નામ યાદ નથી કેમ કે તે કેવી રીતે એમાં આગળ વધી હતી એની મને વધુ જાણ નથી.
એક બાળક તરીકે તે તેના પિતા સૈફ અલી ખાનની ફિલ્મ 'લવ આજ કલ' ના સેટ પર જશે એવું અનુમાન કરાતું હતું. 'હું લંડનમાં દરરોજ તેમના ફિલ્મના સેટ પર જતી હતી પણ કોઈ કશું કહેતા નહીં.' એમ સારા કહે છે. 'અમે બધા જ એકબીજાના સંરક્ષક છીએ અને અમારા કામની પાછળ ગાંડા છીએ. મને મારા પિતાનું ગૌરવ છે, એમની સર્જનાત્મકતાને કારણે જ તો હું આજે અહીં છું,' એમ સ્મિત કહે છે.
પરિવારજનો અંગે જ વાત કરતાં એ કહે છે 'મારો ભાઈ પણ ફિલ્મોમાં જ કેરિયર બનાવશે. જો કે સ્વપ્ન અને વાસ્તવિકતા વચ્ચે જબરજસ્ત મોટો ગેપ છે એ સારો એક્ટર છે, એવી જ રમતનો પણ તેને ભારે શોખ છે. અત્યારે એ એનું શિક્ષણ પૂરું કરશે અને એ પછી તે ફિલ્મોમાં આવશે.
આ સાથે જ સારા અલી અક્ષય કુમાર સાથે 'અતરંગી રે' માં પણ આવી રહી છે, એ ફિલ્મ મે મહિનામાં રિલીઝ થવાની છે, આમ પ્રેમ અને કેરિયર ઉપરાંત ફિલ્મોના નામે તો સારા ખરેખર સદનસીબદાર છે.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/38N40MD
ConversionConversion EmoticonEmoticon