સખત અને નિર્જીવ જણાતા હાડકામાં પણ જીવ હોય છે


મનુષ્ય અને પ્રાણીઓના શરીરના સ્નાયુઓ, માંસલ અવયવો અને લોહી ભરેલી શિરા, ધમનીઓનું માળખું છે. આ માળખાને ટટ્ટાર તેમજ દરેક અવયવને યોગ્ય સ્થાને આધાર આપવા માટે શરીરમાં હાડપિંજર હોય છે. મકાનોના માળખામાં સળિયાનો સ્લેબ જે રીતે આધાર આપે છેતે જ રીતે સખત પદાર્થના હાડકા શરીરને આધાર આપે છે. હાડકા સખત અને નિર્જીવ લાગે પરંતુ તેમાં સતત જૈવિક પ્રક્રિયા થતી હોય છે. હાડકા અંદરથી પોલા હોય છે તેમાં બોનમેરો નામનો પદાર્થ ભરેલો હોય છે તેમાં લોહીમાં ઉપયોગી રક્તકણો સતત બનતા હોય છે.

દાંત હાડકાના જ બનેલા છે દાંત ઉપરથી સખ્ત અને નિર્જીવ લાગે પરંતુ તેમાં છ જીવંત કોષો હોય છે તે પોષણ મેળવે છે અને વિકાસ પણ પામે છે. હાડકા શરીરને બંધારણ અને આધાર આપવા ઉપરાંત લોહીના લાલ અને શ્વેતકણો બનાવવાનું કામ કરે છે. હાલવા ચાલવા અને ઊભા રહેવાની ક્રિયા સૌથી જરૂરી છે. તે માટે શરીરના કુલ હાડકાના ચોથા ભાગના હાડકા એકલા પગમાં જ આવેલા છે.



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/38NUIQh
Previous
Next Post »