અમાયરા દસ્તુરે ફરહાન અખ્તર અને રિતેશ સાધવાનીની ડિજીટિલ સીરીઝ સાઇન કરી


મુંબઇ,તા.23 ફેબ્રુઆરી 2020 રવિવાર

અમાયરા દસ્તુરે અલીઅબ્બાસ ઝફરની વેબ સિરીઝમાં કામ કરવાની તક મળવાની ઘોષણા કરી હતી. હવે અભિનેત્રીએ ફરહાન અખ્તર અને રિતેશ સાધવાનીના એક અન્ય પ્રોજેકટની ઓફર મળી છે. જે મુંબઇના માફિયાઓ પર આધારિત છે. 

અમયા 'ડોંગરી ટુ દુબઇ'પ્રોજેકટમાં કામ કરવાની છે. તેણે આ રોલ મળ્યા વિશે ઉત્સાહિત થતા જણાવ્યું હતું કે, '' મને કાસ્ટિંગ ડાયરેકટર તરફથી આ ફિલ્મના ઓડિશન માટે ફોન આવ્યો હતો. મેં ઓડિશન આપ્યું હતું. તે પછી થોડા દિવસો બાદ મને ફરી ઓડિશન આપવા માટે બોલાવામાં આવી હતી. તેઓ મારા ઓડિશનથી ખુશ અને સંતુષ્ટ થયા હતા.મેં કામ લેતા પહેલા દરેક એપિસોડના વાંચવાની માંગણી કરી હતી. અને મને પસંદ પણ પડયા હતા.'

આ  સીરીઝ મુંબઇ પર છ દાયકા સુધી રાજ કરનાર મુંબઇના માફિયા પર આધારિત છે. દાઉદ ઇબ્રાહિમના અંગત જીવનને પણ આ સીરીઝમાં વણી લેવામાં આવશે. જોકે અમાયરાના રોલ વિશે હજી સુધી જાણ કરવામાં આવી નથી.



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/37UrwWF
Previous
Next Post »