
મુંબઇ,તા.23 ફેબ્રુઆરી 2020 રવિવાર
પ્રિયંકા ચોપરા એમેઝોન સ્ટુડિયોઝની ફિલ્મ 'શીલા'માં મા આનંદ શીલાનું પાત્ર ભજવવાની છે. આ ફિલ્મનું સહ-નિર્માણ પણ પ્રિયંકા કરવાની છે. જોકે થોડા દિવસ પહેલા એવી વાત હતી કે, મા આનંદ શીલાનું પાત્ર ભજવવાની ઇચ્છા આલિયા ભટ્ટને છે, પરંતુ તે મા આનંદ શીલાની પરવાનગીની રાહ જોઇ રહી છે.
એક રિપોર્ટના અનુસાર, 'રેન મેન'ના દિગ્દર્શક બૈરી લેવિંસન 'શીલા'નું દિગ્દર્શન કરશે જેની સ્ક્રિપ્ટ નિક યારબોરોએ લખી છે. પ્રિયંકા પોતાના બેનર પર્પલ પિકચર્સ અને લેવિંસનની બાલ્ટીમોર પિકચર્સ તથા ડેવિડ પરમુટ તેમજ જેસન સોસનોફના પરમુટ પ્રેઝન્ટેશનની સાથે ફિલ્મને પ્રોડયુસ કરશે.
મા આનંદ શીલા ૧૯૮૧ થી ૧૯૮૫ સુધી આધ્યાત્મિકગુરુ રજનીશ એટલે કે ઓશોની પર્સનલ સેક્રટરી હતી. અને તેના પર ૧૯૮૪માં રજનીશ પર જેવિક હુમલાના કાવતરા માટેનો આરોપ હતો. મા આનંદ શીલા પર, ફોન ટેપિંગ, હત્યાના પ્રયાસ અને મોટા પાયે લોકોને ઝેર આપવાનો આરોપ પણ હતો. હત્યાના પ્રયાસ અને હુમલામાં પોતાના ગુના કબૂલ કરવા માટે મા આનંદ શીલાને ૨૦ વરસની જેસની સજા થઇ હતી, પરંતુ પછીથી ૩૯ મહિના બાદ જ તેને પેરોલ પર છોડવામાં ાવી હતી.
ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલા મા આનંદ શીલાએ કહ્યુ હતુ કે, તે નથી ઇચ્છતી કે તેનું પાત્ર પ્રિયંકા ચોપરા નિભાવે અને તેણે પ્રિયંકાને એક કાયદાકીય નોટિસ પણ પાઠવી હતી. તેણે એમ પણ કહ્યુ હતુ કે, જો આ ફિલ્મ બને તો મારી ઇચ્છા છે કે, આલિયા ભટ્ટ આ પાત્ર ભજવે.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2uopZKJ
ConversionConversion EmoticonEmoticon