કિશોર કુમારની બાયોપિકમાંથી અનુરાગ બાસુનું નામ કટ, જાણો શું છે કારણ


મુંબઈ, 18 ફેબ્રુઆરી 2020, મંગળવાર

નિર્દેશક અનુરાગ બાસુ હાલ તો તેની ફિલ્મ લૂડોમાં વ્યસ્ત છે. આ ફિલ્મ બાદ તે ફરી એકવાર અભિનેતા રણબીર કપૂર સાથે કામ કરવાના છે. અનુરાગના જણાવ્યાનુસાર તે જાણીતા ગાયક કિશોર કુમારની બાયોપિક પર કામ કરશે જેમાં રણબીર કપૂર હશે. જો કે આ અંગે તાજેતરમાં જાણવા મળ્યાનુસાર કિશોર કુમારના પરીવાર નથી ઈચ્છતા કે આ બાયોપિક અનુરાગ બાસુ બનાવે.

લૂડોની રિલીઝની તૈયારીઓ વચ્ચે અનુરાગ બાસુએ એક નિવેદનમાં કિશોર કુમારની બાયોપિક પર કામ કરવાની વાત કરી હતી. બોલિવૂડના લોકપ્રિય ગાયક એવા સ્વર્ગીય કિશોર કુમારની બાયોપિકમાં અનુરાગ રણબીર કપૂરને લેવા ઈચ્છતા હતા. આ પહેલા અનુરાગએ બર્ફી ફિલ્મ રણબીર સાથે કરી હતી.

2012માં આવેલી ફિલ્મ બર્ફીની નિર્માતા કંપની યૂટીવી મોશન પિક્ચર્સ સાથે અનુરાગ પોતાની ફિલ્મ જગ્ગા જાસૂસ કરી હતી. આ ફિલ્મ દરમિયાન યૂટીવી મોશન પિક્ચર્સએ કિશોર કુમારની બાયોપિક બનાવવાની વાત કરી હતી. આ બાયોપિકના લેખક નિર્દેશક સૌમિક સેનએ લખી છે. 

જગ્ગા જાસૂસ 2017માં રિલીઝ થઈ હતી. ત્યારે યૂટીવી મોશન પિક્ચર્સને હોલિવૂડની કંપની ડિઝનીએ ખરીદી લીધી હતી. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ફ્લોપ સાબિત થઈ હતી. જો કે તે સમય સુધી બાયોપિક માટે ટાઈમ નક્કી ન હતો તેથી આ રાઈટ્સ ફરીથી કિશોર કુમારના પરીવાર પાસે આવી ગયા હતા. હવે જાણવા મળ્યું છે કે આ ફિલ્મમાંથી અનુરાગ બાસુનું નામ પણ કટ થઈ ચુક્યું છે, જો કે પરીવારને એ વાતથી વાંધો નથી કે કિશોર કુમારનું પાત્ર રણબીર ભજવે. 




from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2V3fozY
Previous
Next Post »