અમદાવાદ, તા.18 ફેબ્રુઆરી 2020, મંગળવાર
મોટી અને જાણીતી ટેક કંપની અવારનવાર, કોઈક નવા પ્રકારની ટેક્નોલોજી વિક્સાવનારી કંપનીને ખરીદી લેતી હોય છે અને તેમાંથી આપણને ક્યારેક એવી સર્વિસની ભેટ મળે છે, જે આગળ જતાં ગજબ મોટું સ્વરૂપ લે છે. યુટ્યૂબ અને ગૂગલ મેપ્સ, આવી જ રીતે આખેઆખી કંપની ખરીદીને વિકસાવવામાં આવેલી સર્વિસ છે.
આ સંદર્ભમાં, હમણાં ફેસબુક કંપનીએ ખરીદેલું એક સ્ટાર્ટઅપ ધ્યાન આપવા જેવું છે. સ્કેપ ટેક્નોલોજીસ નામનું લંડન સ્થિત આ સ્ટાર્ટઅપ કમ્પ્યુટર વિઝન ટેક્નોલોજીની મદદથી આપણું લોકેશન જાણી શકે છે. આમ તો જીપીએસ સેટેલાઇટ્સની મદદથી નક્શા પર આપણું લોકેશન નક્કી થતું હોય છે.
એ ઉપરાંત, એ-જીપીએસ સિસ્ટમમાં, સેટેલાઇટ ઉપરાંત સેલફોન કંપનીના ટાવરના ડેટાનો પણ ઉપયોગ કરીને આપણું લોકેશન નક્કી થઈ શકે છે. ફેસબુકે ખરીદેલા સ્ટાર્ટઅપે એવી ટેક્નોલોજી વિક્સાવી છે, જેમાં સેટેલાઇટની મદદ વિના, ‘વિઝ્યુઅલ પોઝિશનિંગ સર્વિસ’ શક્ય બની છે.
આગળ જતાં, ફેસબુક આ ટેક્નોલોજીનો ઉપયોગ કરીને આપણે ફેસબુક પર ચેક-ઇન થઈએ કે ફોટો-વીડિયો અપલોડ કરીએ ત્યારે આપણું લોકેશન વધુ ચોક્સાઈથી જાણી શકશે.
આવનારા સમયમાં, આપણે જ્યાં હોઈએ તેની આસપાસના સ્ટોર્સની જાહેરાતો આપણને બતાવી શકાય એ દિશામાં ટેક્નોલોજી કંપનીઓ આગળ વધી રહી છે, એ ફેસબુકની આ ખરીદીથી વધુ સ્પષ્ટ થયું છે.
from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2SWC8i7
ConversionConversion EmoticonEmoticon