
મુંબઇ,તા.19 ફેબ્રુઆરી 2020 બુધવાર
ચંકી પાંડેની પુત્રી અનન્યા પાંડેને હાલ ફિલ્મફેયર એવોર્ડ મળતાં પિતા ચંકી ગદગદ બની ગયો હતો. તેણે કહ્ય હતુ કે, ૩૪ વરસની મારી કારકિર્દીમાં જે હું ન કરી શક્યો તે મારી પુત્રીએ કરી બતાવ્યું. અંતે અમારા ઘરમાં 'બ્લેક લેડી' આવી. કરણ જોહર પિતા-પુત્રી પર ફિલ્મ બનાવવાની યોજના કરી રહ્યો છે. જોકે હજી સુધી આ ફિલ્મ વિશે વધુ જાણકારી આવી નથી.
અનન્યાએ કરણ જોહરની ફિલ્મ કરણ જોહરની ફિલ્મ 'સ્ટુડન્ટ ઓફ ધ યર ટુ'થી બોલીવૂડમાં ડેબ્યુ કર્યું છે. અનન્યા બોલીવૂડમાં આત્મવિશ્વાસથી પોતાનું સ્થાન જમાવી રહી છે. તે આજે બોલીવૂડના માંધાતા નિર્માતા-દિગ્દર્શકોની પસંદગી બની રહી છે. ચંકી પોતે પણ એક સારો કલાકાર છે.' આંખે, તેજાબ, વિશ્વાત્મા, પાપ કી દુનિયા' જેવી ફિલ્મોમાં તેના અભિનયના પણ ઘણીવાર વખાણ થયા છે.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2SKaxSK
ConversionConversion EmoticonEmoticon