
મુંબઇ,તા.22 ફેબ્રુઆરી 2020 શનિવાર
શ્રદ્ધા કપૂર અને ટાઇગર શ્રોફ ફરી રૂપેરી પડદે સાથે દેખાવાના છે. સાજિદ નડિયાદવાળાની પ્રોડકશન હેઠળ બનનારી ફિલ્મ એકશનપેક્ડ ફિલ્મ હશે.
બાગીની ત્રીજી સીરિઝમાં ટાઇગર પોતાના ભાઇને અપહરણકર્તાઓ પાસેથી છોડાવના તમામ પ્રયાસ કરતો દર્શાવવામાં આવશે.આ ફિલ્મમાં શ્રદ્ધા એર હોસ્ટેસનું પાત્ર ભજવી રહી છે.
શ્રદ્ધાને ટાઇગર સાથે કામ કરવાની ફાવટ છે. તેણેટાઇગર સાથે કોમેડી ફિલ્મમાં કામ કરવાની ઇચ્છા દર્શાવી હતી. તેણે ટાઇગર માટે કહ્યુ હતુ કે તે એક ઉત્તમ અભિનેતા છે, તેમજ તેનામાં સેન્સ હ્યુમર ઘણી છે. તે એક દિવસ ચોક્કસ કોમેડી ફિલ્મમાં કામ કરશે અને ત્યારે મને તેની સાથે ફરી જોડી જમાવવાની ઇચ્છા છે. એકશન દ્રશ્યોની સાથે સાથે તે કોમેડી દ્વારા પણ દર્શકોનું મનોરંજન કરવાની ક્ષમતા ધરાવે છે.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/38QcGBH
ConversionConversion EmoticonEmoticon