ડભાણ પાસે બે વિદ્યાર્થિનીઓની છેડતી કરનાર સ્કૂલવાનનો ચાલક ઝડપાયો


નડિયાદ, તા.22 ફેબ્રુઆરી 2020, શનિવાર

નડિયાદ શહેરના ડભાણ પાસે આવેલ એક સ્કુલના વાન ચાલકે બે દિકરીઓ સાથે શારિરીક ચેષ્ટા કરી હોવાની ઘટના ગતરોજ પ્રકાશમાં આવી હતી. આ બનાવમાં નડિયાદ રૂરલ પોલીસે યુનુસભાઇની અટકાયત કરી કોર્ટ સમક્ષ રજૂ કરતા કોર્ટે તા.૨૩-૨-૨૦૨૦ સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે.

પ્રાપ્ત વિગતો અનુસાર ડભાણ પાસેની એક સ્કુલમાં ભણતી બે દિકરીઓને તા.૨૦-૨-૨૦૨૦ પહેલાના  ચાર-પાંચ દિવસ સુધી બંને દિકરીઓને લલચાલી,  ફોસલાવી ચોકલેટ આપવાની લાલચ આપી ગાડીમાં બોલાવી હતી.અને બંને દિકરીઓને યુનુસભાઇ મોમીને પોતાના મોબાઇલમાં રહેલ અશ્લીલ વિડિયો બતાવી ચેષ્ટાઓ કરી હતી.આ બનાવ અંગે નડિયાદ રૂરલ પોલીસે યુનુસભાઇ મોમીનની અટકાયત કરી કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો.જ્યા કોર્ટે યુનુસભાઇ મોમીનની તા.૨૩-૨-૨૦૨૦ સુધી રિમાન્ડ મંજૂર કર્યા છે.



from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2Pbr1B5
Previous
Next Post »