વરુણ ધવને વધુ એક કોમેડી ફિલ્મ સાઇન કરી


મુંબઇ,તા.22 ફેબ્રુઆરી 2020 શનિવાર

વરુણ ધવન એક પછી એક ફિલ્મો સાઇન કરતો જાય છે. હાલમાં જ તેણે શશાંક ખેતાનની એક કોમેડી ફિલ્મ સાઇન કરી છે. 

વરુણની છેલ્લી ફિલ્મ  'સ્ટ્રીટ ડાન્સર ૩' બોક્સ ઓફિસ પર ધારેલું પરિણામ મેળવી શકી નહોતી. આ ફિલ્મ રૂપિયા૧૦૦ કરોડના કલેકશન સુધી પણ પહોંચી શકી નહોતી. વરુણ કોમેડી ફિલ્મ આસાનીથી કરી શકે છે. તેની 'જુડવા ટુ'એ ઘણી કમાણી કરી હતી. તેને કોમેડી એટલી બધી પસંદ છે અને તે એટલા ગંભીરતાથી લે છે કે તેને સ્ટેન્ડઅપ કોમેડિયન પર પણ ફિલ્મ કરવાની ઇચ્છા છે.તે કપિલ શર્માનો શો તેમજ અન્ય સ્ટેન્ડઅપ શો ગંભીરતાથી જુવે છે. 

વરુણ ધવને શ્રીરામરાઘવની એક ગંભીર વિષયક ફિલ્મ જે ડિફેન્સ પર આધારિત અરુણ ખેતપાલની બાયોપિક સાઇન કરી છે. આ પછી તે ફરી કોમેડી તરફ વળ્યો છે અને શશાંક ખેતાનની કોમેડી ફિલ્મ સાઇન કરી. 

તેની ફિલ્મોની નિષ્ફળતાથી પણ વરુણ જિંદગીના નવા પાઠ શીખે છે.તેનું કહેવું છે કે, તેનો પરિવાર મનોરંજન દુનિયા સાથે જોડાયેલો છે અને તે અનુભવે શીખ્યો છે કે  ફ્લોપ ફિલ્મોથી નિરાશ ન થતાં તેમાંથી નવો પાઠ લેવો.



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2HNikZK
Previous
Next Post »