
(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા. 21 ફેબ્રુઆરી 2020, શુક્રવાર
નોરા ફતેહી પોતાના અફલાતૂન ડાન્સ દ્વારા બોલીવૂડમાં એક અલગ ઓળખ બનાવી છે.એટલું જ નહીં અભિનેત્રીએ તાજેતરમાં એક નવો રેકોર્ડ કર્યો છે. તેણે પેરિસના ઓલમ્પિયામાં પરફોર્મ કર્યું છે. બોલીવૂડના ઇતિહાસમાં આ પ્રથમ વખત બન્યુ છે કે કોઇ સિને કલાકારે આ ભવ્ય સ્ટેજ પર પરફોર્મ કર્યુ ંહોય.
'' મને લાગે છે કે મારી ચાર મહિનાની મહેનત સફળ થઇ. આવી તક મળવી એ એક સિદ્ધી સમાન છે. હું બહુ આનંદવિભોર થઇ ગઇ હતી. હોલીવૂડના પ્રતિષ્ઠિત કલાકારો સાથે પરફોર્મ કરવું એ પણ ગર્વ લેવા જેવી વાત છે. મારું સ્વપ્ન પુરુ થયું,'' તેમ નોરાએ જણાવ્યુ ંહતું.
ઓલમ્પિયા, પેરિસનું સૌથી પ્રતિષ્ઠિત કોન્સર્ટ સ્થળ છે. જ્યાં મેડોના, ધ બીટલ્સ, જેનેટ જેકસન, પિંક ફ્લોયડ, બેયોન્સે, ટેલર સ્વિફટ અને ઘણા અન્યો પ્રતિષ્ઠિત હોલીવૂડ કલાકારોએ ત્યાં પરફોર્મ કર્યું છે. એવામાં નોરાનું અહીં પરફોર્મ કરવું એ એક રેકોર્ડ સમાન છે.
કહેવાય છે કે, નોરાએ ચાર્ટબસ્ટર ગીતો દિલબર, સાકી સાકી, કમરિયા, એક તો જિંદગાની અને ગર્મી પર પરફોર્મ કર્યું. બોલીવૂડના ગીતો ઉપરાંત નોરાએ નોરા એલમ્પિયાના દર્શકો માટે પોતાના પેૈપી હિટ આંતરરાષ્ટ્રીય નંબર ' પેપોટા'ને લાઇવ ગાયું. શોના સમાપન પર, નોરાએ પ્રસિદ્ધ કલાકાર ફનેર સાથે પણ પરફોર્મ કર્યું.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3bScCDD
ConversionConversion EmoticonEmoticon