પ્રિયંકા ચોપરા ઇન્સ્ટાગ્રામ પર સૌથી વધુ ફોલો થનારી બોલીવૂડ સેલિબ્રિટી


મુંબઇ,તા. 21 ફેબ્રુઆરી 2020, શુક્રવાર

પ્રિયંકાચોપરા બોલીવૂડમાં ભલે ઓછી ફિલ્મો કરતી હોય, પરંતુ સોશિયલ મીડિયા પર તે છવાઇ  ગઇ છે. ઇન્સ્ટાગ્રામ પર તે બોલીવૂડની સૌથી અધિક ફોલો થનારી સેલિબ્રિટી બની છે. જ્યારે પ્રથમ ક્રમાંકે ભારતીય ક્રિકેટનો કેપ્ટન વિરાટ કોહલી છે. 

ઇન્સ્ટાગ્રામ પર પ્રિયંકા ચોપરાના ૫૦ મિલિયન એટલે કે પાંચ કરોડથી પણ અધિક ફોલોઅર્સ છે, જો કે તે બીજા ક્રમાંકે છે. પહેલા ક્રમાંકે વિરાટ કોહલી  પ.૩ કરોડ, પ્રિયંકા ૫ કરોડ, દીપિકા પદુકોણ ૪.૪૨ કરોડ, આલિયા ભટ્ટ ૪.૩૨ કરોડ, અક્ષય કુમાર ૩.૬૮ કરોડ  છે. 

ઉલ્લેખનીય છે કે, પ્રિયંકા હંમેશા પોતાની ફેશન અને ડ્રેસિંગ સેન્સને લઇને સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહે છે. જોકે તે ઘણી વખત પોતાના ડ્રેસને કારણે ટ્રોલ પણ થઇ છે. 

સાલ ૨૦૨૦ના ગ્રેમી એવોર્ડ સમારોહમાં પ્રિયંકા પોતાની ફેશન દ્વારા  ચર્ચા અને આકર્ષણનું કેન્દ્ર રહી હતી. તેની પ્રોફેશનલ લાઇફની વાત કરીએ તો, પ્રિયકા છેલ્લે ફિલ્મ ' ધ સ્કાઇ ઇઝ  પિંક'માં જોવા મળી હતી. હાલ તે બોલીવૂડમાં એક પણ ફિલ્મ પર કામ નથી કરી રહી.



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2VnwFEf
Previous
Next Post »