
બેઇજિંગ, ૧૭ ફેબુ્આરી,૨૦૨૦ સોમવાર
ચીનમાં આ કોરોના વાયરસથી ૧૭૦૦થી વધુ લોકોના મોત થયા છે જયારે ૩૦ થી વધુ દેશોમાં હાહાકાર મચાવી દીધો છે. વિશ્વમાં ૭૦ હજારથી પણ વધુ લોકો કોરોના વાયરસના સંક્રમણથી પીડાઇ રહયા છે. ચીનમાં વુહાન શહેરના મીટ માર્કેટને કોરોના વાયરસ માટે જવાબદાર ગણવામાં આવતું હતું પરંતુ નવા ખુલાસા મુજબ ચીનના વૈજ્ઞાાનિકોએ દાવો કર્યો છે કે વુહાનની એક લેબમાંથી વાયરસની શરુઆત થઇ હતી. ચીનની સરકારી સાઉથ ચાઇના યૂનિવર્સિટી ઓફ ટેકનોલોજીના જણાવ્યા મુજબ હુબેઇ પ્રાંતમાં વુહાન સેન્ટર ફોર ડિસીઝ ક્ંટ્રોલ દ્વારા આ વાયરસ ફેલાયા હોય તેવું બની શકે છે.

આ અંગે એક્ષપર્ટ બોતાઓ શાઓ અને લી શાઓનાનું માનવું છે કે લેબમાં રાખવામાં આવેલા જાનવરો કોરોનાનું કારણ હોઇ શકે છે. લેબમાં ૬૫૦થી વધુ ચામાચીડિયા પણ પ્રયોગ માટે રાખવામાં આવ્યા છે. આને લગતા સંશોધન પેપરમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે ચામાચીડિયામાં રહેલા વાયરસવાળા લોહીનું રિસર્ચરના લોહી સાથે સંક્રમણ થતા વાયરસે હુમલો કર્યો હોય તેવું બની શકે છે. એક રિસર્ચરે દાવો કર્યો હતો કે ચામાચીડિયાના લોહી સાથે પોતાની સ્કિનનો સંપર્ક થયા પછી પોતાને બે સપ્તાહ સુધી અલગ સ્થળે રહયો હતો એટલું જ નહી ચામાચીડિયાના પેશાબના સંપર્કમાં આવ્યા પછી પણ આ કાળજી લીધી હતી. આ રિસર્ચરને લેબ પાસેની હોસ્પીટલમાં શિફટ કરવામાં આવ્યો હતો જયાંના તબીબોની પ્રથમ ટીમના કેટલાક કોરોના વાયરસથી સંક્રમિત હતા. આથી વાયરસ આ રીતે જ વુહાનમાં અને ત્યાર બાદ અન્ય સ્થળે ફેલાયો હોવાની પણ થિએરી ચીનમાં ચાલી રહી છે.

કેટલાક માને છે કે કોરોના વાયરસ વુહાન ઇન્સ્ટીટયૂટ ઓફ વાયરોલોજીથી અજાણતા લીક થયો છે. રિપોર્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે કોરોના સંક્રમિત લોકોમાં મળતી જીનોમ સિકવન્સ ૯૦ થી ૮૫ ટકા ચામાચીડિયામાં જોવા મળતા વાયરસને મળતી આવે છે જે મૂળભૂત રીતે રાઇનોફસ એફિનિસમાં જોવા મળે છે. ૨૦૦૨-૦૩માં ચીનમાં હોર્સ શુ વાયરસ ચામાચીડિયાથી ફેલાયો હતો. હવે આ કોરોના વાયરસનું બંધારણ પણ તેને મળતું આવે છે. અહેવાલ મુજબ ચીનમાં ચામાચીડિયાની સ્થાનિક જાતિ વુહાનના સીફૂડ માર્કેટથી ૧૦૦૦ કિમી દૂરના વિસ્તારમાં પણ જોવા મળે છે. ચામાચીડિયા અગાઉ પર વાયરસ સંક્રમણનો સ્ત્રોત હોવાનું ધ્યાનમાં આવતા તેને ખોરાકમાં નહી લેવાની ચેતવણી આપવામાં આવી હતી. જો કે એત સપ્તાહ પહેલા ચીનની એક એગ્રીકલ્ચર યૂનિવર્સિટીએ ચામાચીડિયા નહી પરંતુ પેન્ગોલીન (વિશાળ ગરોળી)થી ફેલાયો હોવાનો પણ દાવો કર્યો હતો.
from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2SDF5p3
ConversionConversion EmoticonEmoticon