૨૩૯ વર્ષ પહેલા શોધાયેલા આ ગ્રહ પર ૪૨ વર્ષે એક દિવસ થાય છે


વોશિંગ્ટન,૧૭ ફેબુ્આરી, ૨૦૨૦ સોમવાર

યૂરેનસએ સૌર મંડળનો સાતમાં ક્રમનો ગ્રહ છે. મંગળ, બુધ અને શુક્રની સરખામણીમાં સૌરમંડળના ત્રીજા ક્રમના સૌથી મોટા આ ગ્રહ વિશે વૈજ્ઞાાનિકોએ ઘણું જાણવાનું બાકી છે. પૃથ્વી કરતા ૬૩ ગણા મોટા ગ્રહ પર પથ્થર અને માટી નહી પરંતુ ગેસનું પ્રમાણ વધારે છે. યૂરેનસ દૂર હોવા છતાં ટમટમતા તારાની જેમ નરી આંખે જોઇ શકાય છે પરંતુ તેના દૂરના અંતરના કારણે ગ્રહનો દરજજો આપતા ન હતા. દૂરબીનથી જોતા આછા ગ્રીન અને પારજાંબલી રંગનો જોવા મળે છે. ૧૩ માર્ચ ૧૭૮૧ના રોજ વિલિયમ હર્ષલે તેની શોધ કરી હતી. યૂરેનસ સૂર્યથી ૩ અબજ કિમી દૂર છે.  યૂરેનસ ૮૪ વર્ષે સૂર્યનું એક ચક્કર કાપે છે એટલે કે યૂરેનસમાં ૪૨ વર્ષ રાત અને ૪૨ વર્ષનો દિવસ હોય છે.  આ ગ્રહના સાઉથ પોલ અને નોર્થ પોલમાં ખૂબ જ લાંબુ અંતર હોવાથી દાયકાઓ સુધી સૂર્યપ્રકાશ જોવા મળતો નથી. 


આ ગ્રહે ૧૯૦૨માં તેના દક્ષિણ ધુ્વથી ૧૯૮૩માં ઉત્તરધુ્વ તરફ પ્રયાણ કર્યુ હતું.  યૂરેનસને ભારતીય ખગોળશાસ્ત્રીઓ અરુણ તરીકે ઓળખે છે. આ ગ્રહ પર ગેસનો ભંડાર હોવાથી તેેને ગેસ દૈત્ય તરીકે પણ ઓળખવામાં આવે છે. યૂરેનસનું સરેરાશ તાપમાન માઇનસ ૧૯૭ ડિગ્રી રહેતું હોવાથી તેને ઠંડો ગ્રહ ગણવામાં આવે છે. સૌરમંડળના આ ગ્રહનું તાપમાન આટલું ઓછું કેમ છે એ વૈજ્ઞાાનિકો હજુ સુધી જાણી શકાયા નથી. પૃથ્વીને પોતાનો એક જ મૂન છે પરંતુ યુરેનસ ૨૭ મૂન ધરાવે છે જેમા મિરાંડા, ટાઇટેનિયા, ઓબેરોન, એરિયલ અને અમ્બ્રિયલનો સમાવેશ થાય છે.

યૂરેનસના આ કુદરતી ચંદ્રના નામ શેકસપિયર અને એલેકઝાન્ડ પોપની નવલકથાઓના પાત્રોના નામ પરથી લેવામાં આવ્યા છે. જો કે ગેસનું વિપુલ પ્રમાણ ધરાવતા યુરેનસના ચંદ્રમાં દળમાં હલકા જોવા મળે છે. યૂરેનસનું હવામાન કયારેય એક સરખું રહેતું નથી. કયારે બરફનું તોફાન આવી કે કયારે વાદળોના પડ બંધાઇ જાય તે નકકી હોતું નથી. યૂરેનસ પર સૌથી વધુ મિથેન ગેસ જોવા મળે છે આથી જીવન કયારેય સંભવ નથી. જયારે વોયજર-૨ યૂરેનસ પાસેથી પસાર થયું એ પછી તેના ચુંબકિય ક્ષેત્રે વિશે જાણકારી મળી હતી.



from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2Sz8Ven
Previous
Next Post »