
લગ્નદિન નક્કી થતાં જ નવોઢા સહુ પ્રથમ બ્યુટીશીયનનો સંપર્ક સાધે છે. ઘણી વખત એક જ દિવસે ઘણા લગ્ન હોવાથી મનગમતી બ્યુટીશીયન મળતી નથી અને ઘણી વખત અજાણી બ્યુટીશીયન સાથે કામ પાર પાડવું પડે છે. આ નવી બ્યુટીશીયન તમારી ત્વચા કે લુક અંગે તદ્દન અજાણી હોય છે એટલે તે કંઈ રીતે તૈયાર કરશે, કેવું લાગશે વગેરે, ચિંતા રહ્યા કરે છે.
નવવધૂની આવી મુંઝવણોના ઉકેલ સમો એક નવતર પ્રયોગ કર્યો. તેણે નવોઢાઓને પોતાની મેળે તૈયાર થવા પ્રોત્સાહિત કરવાનો અભિગમ અપનાવ્યો અને આ પ્રયોગ હેઠળ બ્રાઈડ પોતે જ લગ્નના દિવસે તૈયાર થઈ શકે છે, તેવું પુરવાર કરીને બતાવ્યું. મેકઅપમાં તેની માસ્ટરી છે અને હવે તેણે 'સેલ્ફ બ્રાઈડ મેકઅપ' દ્વારા નવીન પ્રયોગ કરીને સહુને આશ્ચર્યચકિત કરી દીધા છે.
લગ્નના દિવસે એકદમ સુંદર દેખાવાનું સ્વપ્ન પ્રત્યેક માનુની જોવે છે. જો તેનું આ સ્વપ્ન તે સ્વહસ્તે પૂરું કરે તો સોનામાં સુગંધ ભળ્યા જેવું ગણાય અને આ વિચારીને જ એણે જાહેરમાં સેલ્ફ બ્રાઈડ મેકઅપનું સંપૂર્ણ માર્ગદર્શન આપ્યું છે. તેઓ નવવધૂઓને આ પ્રકારની તાલીમ આપવા પણ તૈયાર છે. ફક્ત ૪૦ મિનિટમાં નવવધૂ પોતાને મનગમતો મેકઅપ અને હેરસ્ટાઈલ કરીને તૈયાર થઈ શકે છે. જરૂર છે થોડી માહિતી અને આવડતની. લગ્નવિધિ સમયે નવોઢા આ રીતે મેકઅપ કરી શકે છે.
(૧) સહુપ્રથમ બ્રાઈડલ મેકઅપની શરૂઆત કરતી વખતે ચહેરા પર બેઝ તૈયાર કરવાનો હોય છે. મેકઅપનો બેઝ સરસ હશે તો તમારો ચહેરો ખીલી ઊઠશે.
મેકઅપ બેઝ તૈયાર કરવા ક્રાયલોન કંપનીની પેન સ્ટીક એફએસ ૨૯,૩૦૩ અને ૬૨૬ લેવી. ત્રણે સ્ટીક ઉપર વારાફરતી આંગળી ફેરવી ત્રણેની મિક્સ કરી ચહેરા તથા ગરદન પર લગાડવી. આ સ્ટીકને સરસ રીતે સ્પ્રેડ કર્યા બાદ સ્પંજથી નાક અને ગાલ પાસે ચહેરાને યોગ્ય કટીંગ આપી શકો છો.
(૨) ત્યારબાદ પેનકેકનું લીકવીડ બનાવી તેને બ્રશ વડે ચહેરા પર લગાડી ફાઉન્ડેશનનું બેઝ તૈયાર કરવું. ત્યારબાદ સ્પંજથી સ્કીનને નેચરલ ટોન આપવો અને વધારાનું ફાઉન્ડેશન કાઢી નાંખવું.
(૩) સ્પંજ પર યલો પાઉડર લઈને ચહેરા પર ટેપીંગ કરવું. ચહેરા પર પાવડરના ધાબા ન થઈ જાય તેનું ધ્યાન રાખવું.
(૪) આટલું થઈ ગયા બાદ જો આંખ નીચે કાળા કુંડાળા કે ચહેરા પર અન્ય કોઈ જગ્યાએ ડાઘ જેવું દેખાય તો ૬૨૬ ક્રાયલોન પેન સ્ટીક આંગળી વડે ત્યાં લગાડવી જેથી તે દેખાય નહિં.
(૫) બેઝ મેકઅપ બાદ આય મેકઅપ કરવાનો, બપોરના વિધિ વખતે કોપર અને ગોલ્ડન આઈશેડો મિક્સ કરીને બ્રશથી લગાડવો. લગાડતી વખતે લાઈનર બ્રશને થોડું ભીનું કરવું. ત્યારબાદ આંખના ખૂણાને ટ્રાઈન્ગલ મરુન રંગના આયશેડોથી ટ્રાઈન્ગલ કટીંગ આપવું. જેથી આંખોના આકાર અણિયાળો બને.
(૬) ત્યારબાદ આયલાઈનર લગાડવી.
(૭) આયશેડો અને આયબ્રો વચ્ચેના ભાગમાં થોડું વ્હાટનીંગ કે ગોલ્ડન આઈશેડો લગાડવો. જેથી આયબ્રોની ડાર્કનેસ વધારે દેખાય.
(૮) આંખની પાંપણ ઉપર કાળી મસ્કરા લગાડવો. આયબ્રોને થોડી ડાર્ક કરવા કાળી મસ્કરા ત્યાં પણ લગાડવી.
(૯) આય મેકઅપ પતી ગયા બાદ પીરબીંદી લગાડવી. બજારમાં તૈયાર પીરબીંદી મળે છે. તેને લગાડીને આજુબાજુ લાલ અને સફેદ ટપકાં કરવા જેથી પીર એકદમ આકર્ષક લાગે.
(૧૦) પીરબીંદી લગાડયા બાદ લીપલાઈનરથી લીપને શેપ આપો. હંમેશા યાદ રાખો જે રંગની લીપસ્ટીક લગાડવાની હોય તેનાથી એક શેડ ડાર્ક લીપલાઈનર લગાડવી. કવગર્લ-૧૮ નંબરની લાઈનરથી હોઠને યોગ્ય શેપ આપીને. ત્યારબાદ તેમાં ડાર્ક બ્રાઉન રંગની લીપસ્ટીક બ્રશથી ભરવી. લીપસ્ટીક થઈ ગયા બાદ વળી પાછી એક વખત લાઈનર લગાડવી. જેથી શેપ સરસ લાગે.
(૧૧) બ્લશઓન કરવા ક્રાઉન કંપનીનું રેડ અને બ્રાઉન બ્લશઓન મિક્સ કરીને ગાલ, નાક અને હડપચી પર લગાડો. ગાલ ઉપર ડાર્ક રાખવું અને પછી તે બ્રશ નાક અને હડપચી ઉપર લગાડવું.
(૧૨) ત્યારબાદ હેરસ્ટાઈલ કરવાની છે. તમારા ચહેરાને અનુકુળ અને તમને શોભતી તથા કરવામાં સહેલી હેરસ્ટાઈલને પસંદ કરવી. હેરસ્ટાઈલમાં કંપનીનું હેરસ્પ્રે વાપરવું. બપોરની વિધિ વખતે હંમેશા મીડલ પૉટીંગ રાખવી. પાછળ બન કરીને હેર સ્વીચથી હેરસ્ટાઈલને સજાવવી.
(૧૩) હેરસ્ટાઈલ થઈ ગયા બાદ જ્વેલરી પહેરવી. જો ગળામાં પહેરવાના નેકલેસમાં પાછળ દોરી હોય તો હેરસ્ટાઈલ કરતાં પૂર્વે તેને પહેરી લેવી જેથી હેરસ્ટાઈલ ન બગડે. જ્વેલરીમાં સૌથી પહેલાં ટીક્કો પહેરવો. આજકાલ માથાનો આગળનો ભાગ ઢંકાઈ જાય તેવાં દામણી જેવા ટિક્કાની ફેશન છે. ત્યારબાદ નવ પહેરવી. કાનમાં મોટી લટકતી બુટ્ટી પહેરવી.
(૧૪) છેવટે માથા ઉપર ચુંદડી ઓઢવી, જેથી પાનેતરનો અનેરો ઉઠાવ આવે.
આ તો થયો લગ્ન વિધિ સમયે કરવામાં આવતો મેકઅપ વિધિ બાદ રીસેપ્શનમાં ખાસ ઈવનીંગ મેકઅપ કરવાનો રહેશે. ઈવનીંગ મેકઅપમાં ઉપર જણાવેલી રીત પ્રમાણે જ બેઝ તૈયાર કરવાનો હોય છે. ત્યારબાદ નીચેની વાતો ધ્યાનમાં રાખવી.
(૧) સાંજના પહેરવાના પરિધાનના રંગને મેચ થાય તેવા રંગનો આયશેડો કરવો. અને તેનાથી ડાર્ક રંગ લઈને આંખના ખૂણેથી પાંપણ પર ડોળા સુધી ટ્રાઈન્ગલ કરવું.
(૨) આયબ્રો અને આયશેડો વચ્ચે ગોલ્ડન આયશેડો લગાડવો.
(૩) સાંજના મેકઅપમાં આયલાઈનર થોડી જાડી લગાડવી.
(૪) બ્લશઓન પણ બપોરની સરખામણીએ થોડું ડાર્ક કરવું.
(૫) તમારા પોશાક સાથે મેચ થાય તેવી ડાર્ક રંગની લીપ્સ્ટીક કરવી.
(૬) સાંજના હંમેશા વેસ્ટર્ન હેરસ્ટાઈલ કરવી. અને સાઈડ પાર્ટીંગ રાખવી. હેરસ્ટાઈલમાં હેરસ્વીચ, ઉપરાંત બ્રોચ અને સ્ટીક કરવાના હીરાના ચાંદલા આવે છે તેનાથી ડેકોરેશન કરવું.
(૭) રીસેપ્શનમાં ફક્ત સોનાની જ્વેલરી પહેરવાને બદલે કુંદન, પોલકી કે રંગીન રત્નોજડિત આભૂષણો પહેરવા.
બ્યુટીશિયને દર્શાવેલી આ રીત પ્રમાણે તમે પોતે તૈયાર થઈ શકો છો. આ મેકઅપનિસ્ટાએ આજ સુધી પંદર વખત 'સેલ્ફ બ્રાઈડ મેકઅપ' કરી ચૂકી છે. અને તેને લિમ્કા બુક ઓફ રેકોર્ડમાં પણ સ્થાન મળ્યું છે. તમે પણ આ રીતે અપનાવીને તમારા લગ્નદિનને યાદગાર બનાવી શકશો.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2V6qiEO
ConversionConversion EmoticonEmoticon