માતરમાં વિવિધ સ્થળે એક સાથે છ દુકાનોમાં ચોરીનો પ્રયાસ થતા ચકચાર


નડિયાદ, તા.28 ફેબ્રુઆરી 2020, શુક્રવાર

માતર પંથકમાં તસ્કરોએ છ દુકાનોમાં તરખાટ મચાવ્યો હોવાની વિગતો પ્રકાશમાં આવી છે.કોઇ અજાણ્યા ઇસમો દુકાનોના શટર તોડી ચોરીનો પ્રયાસ કર્યો હતો. જો કે આ તમામમાં પ્રયાસ નિષ્ફળ રહ્યા હોવાનુ સ્થાનિકો જણાવી રહ્યા છે.

પ્રાપ્ત વિગતો અનુસાર માતર જી.આઇ.ડી.સીમાં આવેલ એક હેલ્થ કેર અને પાણીના પ્લાન્ટમાં,માર્કેટયાર્ડમાં એક ભજીયાની દુકાનમાં,એક બ્યુટી પાર્લર ,એક હેર સલુનમાં અને મેઇન રોડ ઉપરની એક એન્જીનીયરીંગ એમ મળી કુલ છ દુકાનોમાં તસ્કરો આતંક મચાવ્યો હતો.સી.સી.ટી.વી ફુટેજમાં કેદ થયેલા નવ યુવાનો પૈકી એક ચડ્ડી-બરમુડા જેવુ પહેરેલ યુવાન બહાર ઉભો રહ્યો હતો.જ્યારે બે યુવકો શટર ઉંચુ કરી અંગર ગયેલ બુકાનધારીના પ્રયત્નો કરતા કેદ થયા હતા. પ્રથમ દ્રષ્ટીએ તેઓ સી.સી.ટી.વી કેમેરા અંગે જાણતા હોવાથી બોડીલેંગ્વેજ છુપાવવા માટે સુપરમેનની જેમ પાછળ છુટ્ટી ચાદર બાંધી ને હલનચલન કરતા જણાઇ આવે છે.

જો કે આ યુવાનાના હાથમાં પહેરેલ ઘડિયાળ અને ચશ્માથી શિક્ષિત બેકાર યુવાનો અંદાજ સ્થાનિકો લગાવી રહ્યા છે.તમામ  વ્યાપારી સંકુલ અને ઓફિસો સી.સી.ટી.વી કેમેરા થી સજ્જ કરવા વારંવાર પોલીસ તંત્ર દ્વારા જણાવવામાં આવે છે. તેમ છતા ચોરી કે લૂંટના સમયે સી.સી.ટી.વી કેમેરાની તપાસ દરમ્યાન મહત્વના સ્થળના કેમેરા બંધ જોવા મળે છે.ત્યારે જી.આઇ.ડી.સી જેવા ઔદ્યોગિક એકમમાં કેમેરા બંધ હોય છે,અથવા મહત્વની અવર જવરની જગ્યાએ કેમેરા  ગોઠવવામાં આવતા નથી.



from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2uEPRlH
Previous
Next Post »