ઠાસરા તાલુકા માર્કેટ યાર્ડની ચૂંટણીમાં ભાજપ પ્રેરિત પેનલનો વિજય


ઠાસરા, તા.28 ફેબ્રુઆરી 2020, શુક્રવાર

ઠાસરા તાલુકા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની ગત્ રોજ યોજાયેલી ચૂંટણીની આજે મતગણતરી યોજાઇ હતી. જેનું આજે પરિણામ જાહેર થતા વિજેતા પેનલના સભ્યો વિજેતા બનતા સમિતિમાં ભગવો લહેરાયો છે. આ ચૂંટણીમાં તેલબીયા વેચાણ વિભાગ,વેપારી વિભાગ અને ખેડુત વિભાગમાંથી કુલ ૨૯ ઉમેદવારો વચ્ચે જંગ જામ્યો હતો.

આજ રોજ તેનું પરિણામ જાહેર થતા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના ત્રણેય વિભાગમાં ભાજપના સભ્યો વિજેતા બન્યા છે. આજે યોજાયેલી મતગણતરી ચૂંટણી અધિકારીની હાજરીમાં શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઇ હતી.

ઠાસરા તાલુકા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની ચૂંટણી ભારે રસાકસી ભર્યા માહોલ પૂર્ણ થઇ હતી.આજ રોજ સવારે ૯ઃ૦૦ વાગ્યા થી ઠાસરા કંપાઉન્ડમાં ચૂંટણી અધિકારી જિલ્લા રજીસ્ટ્રારના માર્ગદર્શનમાં મતગણતરી હાથ ધરવામાં આવી હતી. જેમાં ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના ત્રણ વિભાગોની થયેલ ચૂંટણીમાં ખેડુત વિભાગમાંથી ૧૭ ઉમેદવારો, વેપારી વિભાગમાંથી ૮,અને ખરીદ વેચાણ તેલબીયા વિભાગમાં ૪ ઉમેદવારોએ ચૂંટણી મેદાનમાં ઉભા રહ્યા હતા.આમ તાલુકા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની ચૂંટણીમાં ખરાખરીનો જંગ જામ્યો હતો.ગતરોજ થયેલ મતદાનમાં આશરે ૯૦ ટકા મતદાન નોધાયુ  હતુ.

આજે સવારથી જ  મતગણતરી સ્થળે મોટી સંખ્યામાં સમર્થકો ઉમટી પડયા હતા.

જેમ જેમ રીઝલ્ટ આવતા ગયા તેમ તેમ મતગણતરીમાં ભાજપનો ભગવો લહેરાયો હતો.યોગેન્દ્રસિંહ રામસિંહ પરમારની પેનલના ૧૪ સભ્યો ચૂંટાઇ આવ્યા હતા જ્યારે કોંગ્રેસ પેનલનો રકાશ થયો હતો. સ્થાનિક લોકો અને કાર્યકર્તાઓએ ફટાકડા ફોડી આનંદ વ્યક્ત કર્યો હતો.

મતગણતરી સમયે ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ફાળવી દેવામાં આવ્યો હતો.

ખરીદ વેચાણ વિભાગના વિજેતા થયેલ ઉમેદવારો

(૧)  યોગેન્દ્રસિંહ રામસિંહ પરમાર ૬૬

(૨) વિજયભાઇ ફુલાભાઇ પટેલ ૪૩

વેપારી વિભાગ વિજેતા થયેલ ઉમેદવારો

(૧) કમલેશકુમાર અંબાલાલ શાહ ૧૬૭

(૨) શૈલેષકુમાર લોવિંદલાલ શાહ ૧૪૧

(૩) પ્રવિણભાઇ મંગળભાઇ પટેલ ૧૨૯

(૪) ઉપેન્દ્રકુમાર રાવજીભાઇ પરમાર ૧૧૪

ખેડુત વિભાગમાં વિજેતા થયેલ ઉમેદવારો

(૧) ભલાભાઇ શાભયભાઇ પરમાર ૧૫૮

(૨) વિનુભાઇ પ્રભૂદાસ પટેલ ૧૫૧

(૩) અશ્વિનભાઇ રતીલાલ પરમાર ૧૪૮

(૪) કનુભાઇ શિવાભાઇ પરમાર ૧૪૨

(૫) મહેશભાઇ રામસીહભાઇ પરમાર ૧૩૭

(૬) સુરેશભાઇ અંબાલાલ પટેલ ૧૪૬

(૭) રતનસિંહ ભીમસિંહ ઝાલા ૧૫૨

(૮) સંગીતસિંહ સામંતસિંહ રાઠોડ ૧૩૦



from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3chtync
Previous
Next Post »