
ડ્રેસિંગ ટેબલ પર રાખેલા લોશન, ફાઉન્ડેશન અને જેલમાંથી ક્યું પ્રોડકટ ઉપયોગી છે તે જાણવાની જરૂર છે. કોઇ પણ બ્યુટિ પ્રોડકટનો આડેધડ ઉપયોગ નુકસાનકારક સાબિત થઇ શકે છે.
ત્વચાના પ્રકાર
ત્વચા ચાર પ્રકારની હોય છે - નોર્મલ, ઓઇલી ડ્રાઇ અને કોમ્બિનેસન. પોતાની સ્કિન ટાઇપ જાણવી. આ માટે ચહેરાને માઇલ્ડ ક્લિન્જરથી સાફ કરવો. એક કલાક બાદ કોઇ પણ મેકઅપ પ્રોડકટ લગાડીને ચહેરાને ધ્યાનથી જુવો -
નોર્મલ સ્કિન : મેકઅપ પ્રોડકટ લગાડવાથી ચહેરો ન રૂક્ષ, તૈલી. અને ન ચીકણો લાગે તો ત્વચા સામાન્ય સમજવી.
ઓઇલી સ્કિન : ત્વચા ચીકાશ પડતી અને રોમછિદ્રો મોટા દેખાય તો તૈલીય ત્વચા સમજવી.
ડ્રાઇ સ્કિન : ત્વચા રૂક્ષ લાગે છે.
કોમ્બિનેશન સ્કિન : ચહેરા પર ટી જોન તૈલીય લાગે છે, જ્યારે બાકીનો ચહેરો રૂક્ષ અથવા સમાન્ય લાગે.
બેસિક બ્યુટિ પ્રોડકટ
ક્રીમ : ત્વચાની સમાન્ય દેખભાળ માટે ક્રીમ અને લોશન જરૂરી સૌંદર્ય પ્રસાધન છે. તે ફળ, ફૂલના સત્વ, તેલ તતા પાણીથી તૈયાર થાય છે.
જેલ : આ પ્રોડકટમાં તેલ અને પાણીનું મિશ્રણ હોય છે. તેમાં વધુ પ્રમાણમાં પાણી અને તેના કરતા ઓછા પ્રમાણમાં તેલ સમાયેલું હોય છે.જેલ આલ્કોહોલયુક્ત હોવાથી ઓઇલી અથવા ખીલયુક્ત ત્વચા માટે ફાયદાકારક છે. જેલ ૧૦ કલાક સુધી ત્વચાને હાઇડ્રેટ રાખી શકે છે. ઓઇલ ફ્રી હોય છે, તેમજ તેના ઉપયોગથી રોમછિદ્રો બંધ થતા નથી. જેલ વિટામિન યુક્ત હોવાથી ત્વચા માટે ફાયદાકારક છે.
સીરમ : સીરમ જાણીતુ સૌંદર્યપ્રસાધન છે. તે હળવું હોવાથી ત્વચામાં જલદી ભળી જાય છે. તે ત્વચાને પૌષ્ટિકતા પ્રદાન કરે છે.
ફાઉન્ડેશન : ફાઉન્ડેશનથી ચહેરો ક્લીન લુક આપે છે અને મેકઅપ માટે ચહેરાનો કેનવાસ તૈયાર થાય છે.
કઇ રીતે બેસાડવો તાલમેળ
તૈલીય ત્વચા: તૈલીય ત્વચાવાળાએ જરૂરિયાતથી વધુ ચીકણી અને ચમકીલી દીસતી હોય તો ક્રીમ ્ને મોઇશ્ચરાઇઝરના સ્થાને જેલનો ઉપયોગ કરવો. બ્લેક હેડસ અને વ્હાઇટ હેડ્સની સમસ્યા થતી નથી.
આ ઉપરાંત ઓઇેલ કન્ટ્રોલ ફેસ વોશનો ઉપયોગ કરવો. ત્યાર બાદ ટોનર લગાડવું જેથી રોમછિદ્રો ખુલે નહીં.
મેકઅપ માટે ઓઇલ કન્ટ્રોલ મેટ પ્રાઇમરનો ઉપયોગ કરવો. આ તેલ ગ્રંથિઓને સક્રિય થવા દેતો નથી.
રૂક્ષ ત્વચા: રૂક્ષ ત્વચા માટે ક્રીમ બેસ્ડ મોઇશ્ચરાઇઝર લગાડવું. તેનાથી ત્વચા રૂક્ષ અને ખેંચાશે નહીં.
ચહેરો સાફ કરવા નોન ફોલી ક્લિન્જરનો ઉપયોગ કરવો, જે ત્વચા પર નમી જાળવી રાખે છે.
ફાઉન્ડેશન ત્વચાથી કુદરતી ઓઇલ શોષી લે છે. તેથી ત્વચા ડિહાઇડ્રેટ થઇ જાય છે. કેખી વોટર બેસ્ડ ફાઉન્ડેશનનો ઉપયોગ કરવો.
કોમ્બિનેશન ત્વચા: રૂક્ષ અને તૈલીય ત્વચાનું મિશ્રણ માટે સીરમ સારુ કામ કરે છે. તે ડિડ્ડરેટેડ ત્વચા માટે અસરકારક છે. તે ત્વચાના આંતરિક હિસ્સાને પણ નમી પ્રદાન કરે છે.
ઓઈલી સ્કિન માટે રોજિંદા ક્લિજિંગ તરીકે લીંબુ અથવા લીમડાયુક્ત ફેશવોસનો ઉપયોગ કરવો. તે રોમછિદ્રોને સંકુચિત કરીને ત્વચામાં કસાવટ લાવે છે.
ડ્રાઇ સ્કિન માટે ક્રીમ બેસ ક્લિજિંગ ફોમથી ચહેરો સાફ કરવોય પ્રોટીન સ્કિન નરિશિંગ ક્રીમથી ચહેરાનું માલિશ કરવું. મેકઅપમાં પ્રાઇમરનો ઉપયોગ કરવો. ક્રીમ બેસ્ડ ફાઉન્ડેશન લગાડવું.
કોમ્બિનેશન સ્કિન માટે : લીમડો અને ટી ટ્રી ઓઇલથી ચહેરો સાફ કરવો ઓઇલ કન્ટ્રોલ ટનર ફક્ત ટી ઝોન પર લગાડવું. આવી ત્વચા માટે ક્રીમ અને ફાઉન્ડેશન બન્ને ઉપયોગી છે.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/39DEYiM
ConversionConversion EmoticonEmoticon