
આજેય નથી ભૂલાઈ તું
એક સજ્જન અપાર માનવાળુ
વ્યક્તિત્વ કહું તને
એ માન, ભાવ, લાગણી,
પ્રેમ કાયમ યાદ રહશે મને
દરિયા જેટલો તો અપાર પ્રેમ કર્યો તો તને
એથી કાયમ ઓટનો સમય
થઈ તકલીફ આપે છે મને
હૃદયથી સમર્પિત થઈ અપાર
પ્રેમ કર્યો તો તને
એટલે જતો હવે કાયમ માટે
એકલા રહેવું પડે છે મને
આંખે આંજયુ નામ તારુ પલકે
વસાવી મેં તને
આજ ચૌધાર આંશુ થઈ છલકાવે છે તું મને
નથી જોઈ શકતો કે સાંભળી
શકતો હવે કાયમ તને
આભ તારા મધ્યે બીજનો
ચાંદ જોઈ યાદ કરજે મને
લાગ્યું હશે કાયમ પ્રેમનું દુ:ખ
તો અપાર તને
તારાનામ સિવાય તો ક્યાંય
સુકુન નથી આજેય મને
છે બધુ જ તોય કંઈક તો
ઓછું પડતુ હશે તને
તારા સ્થિતથી મોટી કોઈ સંપત્તિ
આજ સુધી ન મળી મને
અર્થ મારો જોવો હોય તો શબ્દ
કોશ જોવા કહીશ તને
પણ... ભાવ મારો જોવો હોય
તો ખાલી યાદ કરી જોજે મને
એય મારું 'ભૂલુ' હું ક્યારેય
નહીં ભૂલી શકું તને
યાદ કરી જોજે દિલથી
અટકળી તો જરૂર આવશે મને.
'મીત' (સુરત)
દિલની ધડકન
દિલની ધડકન, છુપી છુપેના,
ક્યાં છુપેના ગગન,
ઓ રે મારા મન, ઓરે મારા મન.
શ્યામલ વાદળ, છોને છવાયા
ચંન્દ્ર છુંપે ના ગગન
દાતારીનું દિલ છુંપેના,
ઘર આવે આંગણ એ માંગણે.
કીધું એ ઘણું જતન...
ઓરે મારા મન, ઓરે માય મન,...
દીલની ધડકન...
અંતરથી અંતર જકડાયા,
સ્નેહ મિલન સરજાયા.
જાણ્યોનાં જોયો એવા, જાદુગરની,
પળમાં લાગી માયા.
એ સમજો સમજાયે ભેદનાં ગગન,
ઓરે મારા મન, ઓરે મારા મન...
દીલની ધડકન...
મીઠી મધુરી હું ગઝલો ગાઉ.
ગાઈ ગાઈને મારું, મન... બહેલનું,
''નયન કલાધરં'' નામ દીપાવું
દુનિયાને સાચું સમજાવું.
દિલની ધડકન, છુપી છુપેના,
ક્યાં છુપેના ગગન,
ઓ રે મારા મન ઓરે મારા મન.
''નયન કલાધર''
(અમદાવાદ)

જામ
શ્યામ ભૂલ્યો જોઈ ભૂરી આંખમાં,
જામ ભૂલ્યો જોઈ ભૂરી આંખમાં.
સાદ ભીતર સાંભળું ભીનો હવે,
નામ ભૂલ્યો જોઈ ભૂરી આંખમાં.
ચો તરફથી સાદ ઘેરે એટલે,
ગામ ભૂલ્યો જોઈ ભૂરી આંખમાં.
છાંયડા ભેગા કરી હું ઘર કરું,
કામ ભૂલ્યો જોઈ ભૂરી આંખમાં.
મયકદામાં છું કે ઘરમાં જાણું,
ઠામ ભૂલ્યો જોઈ ભૂરી આંખમાં.
બાણ હૈયે ખૂબ વાગ્યાને સખી,
રામ ભૂલ્યો જોઈ ભૂરી આંખમાં.
''સુખી''
દર્શિતા બાબુભાઈ શાહ
(અમદાવાદ)

આજે સવારે
મારા વિચારોની આજે વર્ષા થઈ
પહેલાં ન હતો એવી હું કર્તા થઈ
શબ્દોનો સથવાર મળ્યો
કલમે એ અવસર કર્યો
પહેલા ન હતો એવો આજે વેદના થઈ
હૃદયે અનુભવ કર્યો
આંખોએ બયાન કર્યું
જે ક્યારેય ન હતી એવી આજે ખુશી થઈ
અહેસાસનો ઉત્સવ સર્જાયો
આંગળીઓ એ કાગળે ઊતાર્યો
ન હતું વિચાર્યું ક્યારેય, કે આજે આ થશે
પહેલાં ક્યારેય ન હતી એવી
એવી આજે રચના થઈ.
સ્નેહલ ગરાસિયા
(વાંસકુઈ, સુરત)
મોસમના અનેક રંગો
કહી પ્રેમભર્યા નીરના મોતીયો વેરાય છે
તો ક્યાંક ધોધમાર વરસાદના
ધુમ્મસ, લાગે છે જ્વાલારૂપી જંગ...
આ છે એક મોસમના અનેક રંગ...
ક્યાંક વિચાર કાદવ બની જાય છે
તો કોઈ માણે છે માટીની ભીની ફોરમ
હૃદયના આંસુ વહે છે,
જાણે આકાશ રડે છે
તો ક્યાંક દિલમાં વહે છે ગુલાબી તરંગ...
આ છે એક મોસમના અનેક રંગ...
ક્યાંય દિલ માંગે છે વર્ષાની પુહારો
તો કોઈ ઝેલે છે વીજળીનાં પ્રહારો
ભીંજાતા સપના એ ડરે છે,
કોઈ છત્ર શોધે છે
તો કહીં મળે છે ઠંડી ઉડાન
પાંખોને, વર્ષાના પાણી સંગ...
આ છે એત મોસમના અનેક રંગ...
મયૂરી મોતીયાણી
(સૂરત)
જાણી નથી શકતો
જીવનમૂલ્યો જિંદગીમાં,
હું જાણી નથી શકતો
લેખાં જોખાં જીવતરના,
હું જાણી નથી શકતો...
સુરજ, ચંદ્ર, ધરતી વિશાળ ગગન આપનું
કુદરત તણા વૈભવને,
જાણી નથી શકતો...
સવાર, બપોર, સાંજ તો કુદરતી ક્રમ છે
પણ આ અવિરત ગતિ,
જાણી નથી શકતો...
સમય આવે ને જાય, એકાદ યાદ મૂકી જાય
એ યાદમાં ફરિયાદને,
હું જાણી નથી
શકતો...
રોજ સવારે ફૂટે છે, આશાઓની નવી કુપળ
ક્યારે સાકાર થશે આશા,
એ જાણી નથી શકતો...
શ્રદ્ધા, વિશ્વાસ, આસ્થાને, સમજી શકું છું
જાઉં છું મંદિરે પણ પ્રભુને
જાણી નથી શકતો...
હું નથી ઓળખી શકતો મને,
મારા આ ઘરમાં
શા માટે, કોના માટે હું-છું
એ જાણી નથી શકતો...
ભગુભાઈ ભીમડા (હલદર, ભરૂચ)
મારા ગયા પછી...
હું નહીં હોઉં ત્યારે
કોઈ રડશો નહિં
નાદાન હોય તે રડે બધા
ત્યાર રડશો નહિં
યાદ સંગ્રહજો વધુ કંઈ કરશો નહિં
આ ક્ષણ ભંગુર કાયાનો
મોહ કરશો નહિં
ભેગા થશો થોડાક દિ તો
વાંધો નહિં
કઈ ખરાબ કરી મારા
આત્માને રડાવશો નહિં
મ્હારા નામનાં લાડવા ક્યારેય
ખવડાવશો નહિં
ભૂખ્યાં ને કંઈ આપજો એને
કકળાવશો નહિં
મારા નામનાં ઝાડવાં રોપજો
બીજું કઈ કરશો નહિં
મારા માટે બ્રાહ્મણોને બોલાવશો નહિં
મને યાદ કરી કાગડા નેય
બોલાવશઓ નહિં
ભેગા થઈને બેસણાંનું નાટક કરશો નહિં
અધુરું કામ મારું કરજો
બીજું કંઈ જ કરશો નહિં
અસ્થિ પધરાવજો જન્મભૂમિમાં
ગંગા ગંદી કરશો નહિં
ફુલ તોડીને મારા માટે
નકામા કરમાવશો નહિં
કોણ રહેલું તે રહે એ
અમર વાત ભૂલશો નહિં
પાંદળાની માફક હું ખર્ચો
એ વાત ભૂલશો નહિં
સારું જીવ્યાનું સુખ રહ્યું બીજો
કોઈ પસ્તાવો કરશો નહિં
સ્વર્ગ નર્કની નથી આસ ગયા
પછી તર્પણ કરશો નહિં
યત્ન રહ્યો સુવાસનો પછી કોઈ
અગરબત્તી જલાવશો નહિં
હું નહીં હોઉં ત્યારે કોઈ જ રડશો નહિં
એક હતો 'મુકેશ' એના
ગયા પછી યાદ કરશો નહિં.
મુકેશ બી.મહેતા
(બામણીયા (સુરત)
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2ucjevC
ConversionConversion EmoticonEmoticon