લુક બગડે નહીં માટે મેકઅપ કરતી વખતે રાખો આટલી ચીવટ


ઘણી વખત એવું જોવા મળ્યું છે કે, સુંદર દેખાવા માટે કરાયેલા મેકઅપથી લુક હકીકતમાં  બગડી જાય છે.  ઘણી વખત મેકઅપ કરતી વખતે થતી સામાન્ય ભૂલને કારણે આમ થતું જોવા મળ્યું છે. 

મેકઅપની શરૂઆત ચહેરાને સાફ કર્યા વગર અને બેસ તૈયાર કર્યા વગર કરવો નહીં. સૌથી પહેલા ચહેરાને સારી રીતે ધોઇ નાખવો. ત્યાર પછી મોઇશ્ચરાઇઝર અને પછી પ્રાઇમર લગાડવું. તે પછી ફાઉન્ડેશનની જરૂર લાગે તો લગાડવું, નહીં તો ક્ંસિલર લગાડવું. 

ફાઉન્ડેશન ત્વચા સાથે મેળખાતુ હોવું જોઇએ.  સ્કિન સાથે મેળ ન ખાતુ ફાઉન્ડેશન લગાડવાથી લુક ખરાબ દેખાય છે.તેથી ફાઉન્ડેશન ખરીદતી વખતે તેને જોલાઇન પર લગાડીને મેચ કરીને જોવું. 

મેકઅપ કરતી વખતે ફક્ત ચહેરા પર જ ફોકસ કરવું નહીં. ચહેરાની સાથેસાથે આંખ, નાક, કાન અને હડપચી બધા પર પૂરતું ધ્યાન આપવું.  ગરદન અને કાનવાળા ભાગ પર  ફાઉન્ડેશન અવશ્ય લગાડવું. 

કોઇ પણ મેકઅપ પ્રોડક્ટ  માટે  મહત્વનું એ છે કે, તેનો ઉપયોગ કરતી વખતે આંગળીઓથી બરાબર સ્પ્રેડ કરવું. પછી તે બ્લશ, ફાઉન્ડેશન કે હાઇલાઇટર ગમે તે હોય. બ્રશ અથવા આંગળીઓથી  સારી રીતે બ્લેન્ડ કરવું. 

કન્ડિશનરનો  ઉપયોગ કરતા હો તો, હંમેશા ત્વચાના ટોનનો એક શેડ આછો લેવો. તે અંડરઆઇમાં  ઊંઘા ત્રિકોરણના આકારમાં લગાડીને સ્પંજથી સારી રીતે બ્લેન્ડ કરવું.

આઇમેકઅપ હંમેશા ફેસ મેકઅપ કરતા પહેલા કરવો. ઘણી વખત આઇલાઇનર તેમજ આઇશેડો લગાડતી વખતે ચહેરા પર પડવાની શક્યતા હોય છે. તેથી કરેલો મેકઅપ બગડી જતો હોય છે. 

- સુરેખા



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2UXvWcm
Previous
Next Post »