આણંદ જિલ્લા સહકારી સંઘની ચૂંટણીમાં માજી સહકાર મંત્રી સી.ડી.પટેલની હાર


પેટલાદ, તા.27 ફેબ્રુઆરી 2020, ગુરુવાર

આણંદ જિલ્લા સહકારી સંઘની રસાકસીભરી ચૂંટણીમાં અમદાવાદના જિલ્લા પ્રભારી સી.ડી.પટેલની કારમી હાર થતા સમર્થકોમાં સન્નાટો વ્યાપી ગયો હતો. ચૂંટણીમાં સી.ડી.પટેલને ૩૧ મત અને હરિફ ઉમેદવારને ૫૧ મત મળતા વિજય થયો હતો.

આણંદ જિલ્લા સહકારી સંઘની સામાન્ય ચૂંટણી યોજાયેલ જેમાં ગુજરાત રાજ્યના માજી સહકારી મંત્રી અને હાલ અમદાવાદ જિલ્લા પ્રભારી સી.ડી.પટેલ તેમજ તેમના પુત્ર અને પત્નીએ આ ચૂંટણીમાં જંપલાવેલ જેમાં સી.ડી.પટેલ દ્વારા પેટલાદ તાલુકામાં ઉમેદવારી નોંધાવેલ હતી અને તેમની સામે પેટલાદ એપીએમસીના વાઇસ ચેરમેન ભરતભાઈ રમણભાઈ પટેલે ઉમેદવારી નોંધાવી હતી. પેટલાદ તાલુકામાં કુલ ૮૪ મત હતા જેની ચૂંટણી આજ રોજ યોજાતા સી.ડી.પટેલને માત્ર ૩૧ વોટ મળ્યા હતા અને સામે ભરતભાઈને ૫૧ વોટ મળ્યા હતા જેમાં ૨ વોટ રદ થયા હતા. જેથી ૫૧ વોટ ભરતભાઈ રમણભાઈ પટેલને વિજેતા જાહેર કરતા સમર્થકો દ્વારા મોટી રેલી યોજી અભિવાદન કર્યું હતું.



from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2VpbvWa
Previous
Next Post »