લોરેન ઉર્ફે રિયા કહે છે: 'હું પ્રતિષ્ઠા અને પ્રારબ્ધના છટકામાં ફસાઈ પડી'


'હું પ્રામાણિક છું, પણ હું  સતત જુઠ્ઠાણું ઓઢી રાખતી. આ ઉપરાંત અપેક્ષાનું ભારણ રહેતું. મને એવો ટોણો મારવામાં આવતો કે હું ભારતની શ્રેષ્ઠ ડાન્સર છું. જે કદી નિષ્ફળ નથી જતી'.

ચડતી-પડતી કોઈપણ વ્યક્તિને હતો-નહતો કરી નાંખે છે, પછી ભલે તે ગરીબ હોય કે તવંગર, એક્ટર હોય કે એક્ટ્રેસ! અહીં વાત કરવી છે 'એબીસીએલ-એની બડી  કેન ડાન્સ' ફિલ્મની હીરોઈન લોરેન ગોટ્ટલેબની જે બોલીવૂડમાં રિયા તરીકે ઓળખાય છે. જોકે બહુ ઓછા લોકો એને જાણતા હશે, પણ નસીબે આ રિયાની આકરી પરીક્ષા લીધી છે. આજે બે વર્ષ પછી એ સારી તો થઈ છે, પણ એકવાર અમેરિકાના ડાન્સ શૉ 'સો યુ થિન્ક, યુ કેન ડાન્સ'માં   ભાગ  લેનારી આ અભિનેત્રી પાસે કામ નથી, પણ માનસિક માંદગીમાંથી બહાર  નીકળેલી આ હીરોઈન માટે અન્ય કામ કરવું પણ મુશ્કેલ છે.

'એબીસીડી' ફિલ્મમાં એક્ટિંગ કર્યા પછી રિયા ઓચિંતી દ્રશ્ય થઈ ગઈ હતી. 'જોકે સોશિયલ મીડિયા પર તો હું હેપ્પી-ગો-લકી ચહેરા  સાથે કાયમ ચળકતી રહેતી, પણ વાસ્તવમાં    હું ખૂબ મુરઝાઈ ગઈ'તી, ઊંડા દુ:ખમાં સરી પડી હતી. હું દુ:ખી અને ગમગીન રહેતી. ડૉક્ટરે લખી આપેલી દવા, શરાબ મારા માટે આશરા સમા હતા, આ સિવાય મને આનંદ આપે એ બધાની મને આદત પડી ગઈ હતી,' એવું કબૂલાત કરે છે ૩૧ વર્ષની રિયા! એ ન્યૂયોર્ક અને મુંબઈ વચ્ચે ઉડાઉડ કરતી, પણ એક દિવસ ન્યૂયોર્કમાં તેની તબિયત બગડતા તેના મિત્રએ તેને હોસ્પિટલમાં દાખલ કરી.

આ પછી, તે લોસ એન્જિલસમાં એક થેરાપિસ્ટને ત્યાં નજરે પડી, ત્યાં સુધી એટલે  કે આઠ મહિના સુધી તેનો કોઈ પત્તો નહોતો. 'હું ઊંડા દુ:ખમાં ફસડાઈ પડી હતી, હું કંઈકની પીડિત બની ગઈ હતી અને મને એવું લાગતું હતું કે મને કોઈ આમાંથી બહાર કાઢે તો સારું. મને લાંબા સમય પછી એ વાતની ખાતરી થઈ કે બધુ જ મારા માટે જ બની રહ્યું છે અને નહીં કે હું તેના માટે,' એવું કહે છે રિયા.

પુસ્તકો, અને મેડિટેશન થકી રિયાને થોડી મદદ મળી અને તેના અંતમનને જાણી શકી, સમજી શકી. એને ફરી બેઠી થતાં બે વર્ષ લાગ્યા. ખરે જ એક નવો જન્મ જ થયો. પોતાના પગ પર ઊભા થવા માટે તેણે પોતાને ખૂબ બધો પ્રેમ કરવો પડયો.

રિયા ઉર્ફે લુરેન ફેબુ્રઆરી, '૧૨ માં ભારત આવી અને એ પણ પોતાનો ડાન્સ શૉ પૂરો કરીને આવી. અમેરિકાના એ ડાન્સ શૉનું નામ હતું - 'સો યુ થિન્ક યુ કેન ડાન્સ-૩', અને એક દિવસ 'એબીસીડી' ફિલ્મ તેના ખોળામાં આવી પડી, જાણે કે કોઈ આશીર્વાદ  નહીં હોય. જોકે તે વેળા એ ઘણી નબળી હતી. 'સ્ટેપ અપ-૪'માં લીડ રોલ માટે હું ઊભી થઈ હતી અને મારા એક અત્યંત નિકટના મિત્રને કારણે મેં એ ગુમાવી. મને એ વાતની ખાતરી થઈ કે મારા માર્ગમાં મારું અભિમાન વચ્ચે આવ્યું હતું. શક્ય એટલો મેં મારા અભિનંદનનો મેસેજ એબીસીએલના સર્જકોને પાઠવ્યો,' એમ યાદ કરતા લુરેન કહે છે.

દિગ્દર્શિત અને કોરિયોગ્રાફી- રેમો   ડિ'સોઝાનો થ્રીડી ડાન્સ શૉ આઠમી ફેબુ્રઆરી ૨૦૧૩માં ખુલ્લો મુકાયો. એ માત્ર મારી ડાન્સિંગ સ્કીલ જ નહોતો દાખવતો, પણ અને મારી ઉમદા ટેલેન્ટનું પણ પ્રતિબિંબ હતું. આ પછી લુરેને ભારતમાં જ કામ કરવાનો નિર્ણય લીધો, પણ એવું કંઈક બન્યું કે જેને લીધે તેણે પાછું ફરવું પડયું. 'હું પ્રતિષ્ઠા અને પ્રારબ્ધના છટકામાં ફસાઈ પડી.'' 

'જો કે ગળાકાપ સ્પર્ધાનું પ્રેશર અને તેની સાથે   ખાલી હાથે  રાતે ઘરે પાછા ફરવું અને તેની સાથે ઘેરી વળતી એકલતા-આ બધાએ મને હતાશ કરી નાખી. સફળતા, તે સહમત થાય છે કે એ ભૂતકાળમાં હતી. જે મને એકલી અટૂલી પાડી ગઈ હતી. 'હું મારી લાગણી અંગે કશું બોલી શકતી નહોતી, પણ તે મારા પર અંકિત થતી હતી, પ્રતિબિંબિત થતી હતી. એ કંઈક કહેવા માંગે છે, એવું પ્રતિત થતું હતું. મને લાગતું મારી વાત કોઈ સાંભળે, મારી સાથે વાતો કરે. બેઝબોલ કેપ પહેરી, કાનમાં હેડફોન લગાડી હું ઘરમાંથી બહાર નીકળતી ત્યારે મારી નજર તો જમીન પર રહેતી, જે મને ડરાવતું, બિવડાવતું!' એ યાદ કરતાં કહે છે, 'અમેરિકાથી હું આવતી તો વિમાનમાં આખો વખત રડયે રાખતી, પણ જેવી હું ઉતરતી બીજી જ પળે હું મારી લાગણીને બંધ કરી દેતી. જાણે કે હું સાવ ખાલીખમ હોઉં'.

પાછળ નજર નાખતા, તેને એ વાતની ખાતરી થતી કે સમસ્યા એ હતી કે ઈન્ડસ્ટ્રીમાં કોઈ તેનું મિત્ર નહોતું. અને ઉદ્યોગની કોઈ હસ્તી પાસેથી તેને કોઈ સહારો મળતો નહોતો. 'હું પ્રામાણિક છું, પણ હું  સતત જુઠ્ઠાણું ઓઢી રાખતી. આ ઉપરાંત અપેક્ષાનું ભારણ રહેતું. મને એવો ટોણો મારવામાં આવતો કે હું ભારતની શ્રેષ્ઠ ડાન્સર છું. જે કદી નિષ્ફળ નથી જતી'. આ પછી ઓચિંત જ એને એક પ્રોજેક્ટ મળી ગયો. એ પછી તેને સારું ફિલ થયું.

જ્યારે 'એબીસીએલ' સિક્વલ બનવાનું નક્કી થયું ત્યારે લુરેનને  વિનીતા  ઉર્ફે વિનીના લીડ રોલની ઓફર થઈ, પણ તેણે અમેરિકન-ઈન્ડિયન ડાન્સર' ઓલિવની પસંદગી કરી કેમકે તેની નિકટનું હતું. 'મને ડિરેક્ટરે કહ્યું કે મારા રોલની પસંદગીથી હું બધી ગૂંચવણ સર્જી દઈશ. મેં કહ્યું જુદી જુદી વ્યક્તિની જુદી જુદી વાર્તા છે.' 'એબીસીડી-૨' રિલિઝ થતાં જ તેને ધાર્યો પ્રતિસાદ ન મળ્યો. મને સંપૂર્ણપણે સાઈડલાઈન કરી દેવામાં આવી હતી. પ્રોમોઝમાં કટ-આઉટ કરવામાં આવી હતી. એટલું જ નહીં, ફિલ્મમાં મારો કેટલોક હિસ્સો હતો, તેને પણ એડિટ કરી નાખવામાં આવ્યો હતો. એ છ મહિના મારા જીવનમાં અત્યંત કપરો-ખરાબ સમય હતો. અને મને ટીવી ડાન્સ રિયાલિટી શૉ- 'ઝલક દિખલા જા' જજની ભૂમિકા મળી.' એમ તે કહે છે.

રેમો નહીં, તારા મેન્ટોર-ડિરેક્ટરે તને કંઈક ઓફર કરી? મારી ડિસ્ટન્ટ રિલેશનશિપ હતી. ભારતમાં એવા કેટલાક જણા હતા, જેને હું ફેમિલી કહી શકું, પણ મને તેમના તરફથી કોઈ સાથ ન મળ્યો. બની શકે હું ઘણી ઓપન હતી, તેને કારણે આવું બન્યું હોય શકે,' એમ લુરેન કહે છે.

આ સમસ્યા કંઈ રાતોરાત નહોતી શરૂ થઈ. એ કબૂલે છે કે હું હું ૧૫ વર્ષની હતી ત્યારે મારા માટે ઘણો  શોરબકોર થતો. આ ઉપરાંત તેણે તેનો માર્ગ પસંદ કરી લીધો ત્યારે ચિંતા અને સ્વશંકા સાથે ઘણો ઘોંઘાટ થયો. ૧૬ વર્ષની વયે તેણે કોરિયોગ્રાફર ટીસે ડિયોરિયો સાથે 'સો યુ થિન્ક યુ કેન ડાન્સ' ની બીજી સિઝન વેળા સહાયકનું કામ કર્યું. એ પછીના વર્ષે એ શૉની ત્રીજી સિઝનમાં એણે સ્પર્ધક તરીકે હિસ્સો લીધો અને ફાઈનલ-૬માં સ્થાન મેળવ્યું. ચોથી, પાંચમી અને છઠ્ઠી સિઝનમાં પણ તેણે ટીસે ડિયોરિયોની સહાયક તરીકે કામ કર્યું. અને પાંચમી સિઝનમાં ઓડિશન ટુરમાં 'કોરિયોગ્રાફ રાઉન્ડ' માટે કોરિયોગ્રાફર તરીકે હિસ્સો લીધો.

'એસ.વાય.ટી.વાય.સી.ડી.' સિઝનમાં તેણે ભયંકર તાણને અનુભવ કરવો પડયો અને તેને કારણે તેના જીન્સમાં હાર્મોન્સ ડિજનરેટ થયા. આ પછી તેણે તબીબે લખી આપેલી દવા લેવાનું શરૂ કર્યું અને બેસ્ટ ફ્રેન્ડની માફી માગી લીધી અને મારી જાતને એકલી પાડી દીધી. એ સમય દરમિયાન હું ભારત આવી. 'હું માનસિક રીતે બિમાર હતી.' એ કબૂલે છે. અને ઉમેરે છે, 'હું   એક અથવા બે વર્ષ સુધી અહીં રહી. આજે હું જીવી રહી છું, એની  તો મને કલ્પના જ નહોતી,' એમ કહે છે.

આમ છતાં આ વર્ષે જૂન મહિનામાં લુરેન પાછી આવી,  પણ તેનો ચહેરો કોઈને જોવા નથી મળ્યો. 'મેં કેટલાક આવરણ ચડાવી અને હું મારું કામ પૂરું કરીને  શક્ય એટલી વહેલી અહીંથી જવા માગું છું. હવે હું અહીં વધુ ટીકા સહન કરવા માગતી નથી કેમકે મને એનો ભય લાગે છે, તેણે વાત ખુલ્લી કરી. એટલું જ નહીં એ ભારતમાંથી રિલેશનશિપનો પણ અંત આણવા માગે છે. 'જ્યારે પણ હું અમેરિકા જઈશ ત્યારે હું મારી ઓળખ ભારતીય તરીકે નહીં આપીશ. અને દરમિયાન હું મારો અલૌકિક ડાન્સ મારા બે સાથીઓ સાથે કરવા ઈચ્છું છું. આ પછી એક દિવસ હું વિલ સ્મીથ ઈન્ટરવ્યૂ સાંભળીશ જેમાં તેમણે જણાવ્યું છે કે સફળતાની સાથે કેવી રીતે આત્મવિશ્વાસ આવે છે, તે સમજાવ્યું છે, પણ કેટલીકવાર તેનો હિસ્સો આપણે માનીએ એટલો ઊંચો નથી હોતો અને નિષ્ફળતાનો ભય ઘણો વધુ હોય છે. આ કારણે જ મને એ વાતની ખાતરી થઈ કે મારી જે ખોજ હતી એ મારા માટે યોગ્ય હતી, મેં મારી જાતને નીચે મૂકી હતી. આ કારણે મને એ વાતની જાણ થઈ છે કે મારે એક ડગલું પાછળ લેવું જોઈએ અને મારી જાતને શોધવી જોઈએ,' એમ લુરેન યાદ કરતાં કહે છે.

સ્વ-પ્રેમનાં માર્ગ અને દરદ મટાડનારનો માર્ગ કંઈ સરળ નથી હોતો. 'હું એવા સ્થળે છું જ્યાંથી હું નિશાની કરીને દરેક બૉલને મારી શકું છું. બંને દેશના લોકો મને પ્રેમ કરે છે, જોકે અત્યાર સુધી મેં મારી સાથે સંબંધ રાખનારને કશુંય આપ્યું નથી. મારી જાતને સાંભળ્યા વિના મેં દરેકની સંમતિને ઉત્કંઠામાં ઝૂલતી રાખી છે, એમ તે કહે છે.

'આ બધુ છે, મારી પાછળ' એમ પરાંની એક ઊંચી ઈમારતના પોડિયમ ગાર્ડનમાં બેસીને લુરેન કહે છે અને છેલ્લે આનંદ અનુભવે છે. 'મારી યોજના હવે દેશભરમાં ફરવાની છે. અને આવતા ત્રણ અઠવાડિયામાં અમે એ સાથે મારા હૃદયને જગત સાથે શેર કરવા ઈચ્છું છું. હું અપરિચિતો, ત્રાહિત વ્યક્તિઓને મળવા માગુ છું, તેમની કથાઓ સાંભળવા ઈચ્છું છું અને તેમની સાથે આનંદની વહેંચણી કરવા માગું છું. આમ કરીને, હું મારા પ્રેમને શોધીશ. હું રમતમાં પાછી વળવા તૈયાર છું અને મારું કામ શરૂ કરવામાં એક પળનોય વિલંબ કરવામાં માનતી નથી, એમ કહેતાં જ તેની આંખો આશાનું નૃત્ય કરવા લાગે છે.



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3cbwxgS
Previous
Next Post »