
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ આજે અમદાવાદમાં છે. કહે છે કે મુલાકાત દરમ્યાન ટ્રમ્પ કોઇ ે બિઝનેસ કરાર નથી કરવાના. પરંતુ બધા જાણે છે કે ભારત જેવો લાલો લાભ વિના લોટે નહીં એમ કહી શકાય. અમેરિકાની કંપનીઓ જંંગી માત્રામાં રહેલા ભારતના ખરીદનારાઓને છોડવા તૈયાર નથી. બંને પક્ષને બિઝનેસ સિવાય કશું ખપતું નથી. બિઝનેસ માટે ભારતને જેટલી ગરજ છે એટલીજ અમેરિકાને પણ છે. વેપારી આલમમાં ચાલતી ચર્ચા અનુસાર ભારત ટ્રમ્પની આગતા સ્વાગતા કરીને તેમને બાટલામાં ઉતારવા માંગે છે એમ કહી શકાય પરંતુ ટ્રમ્પના ગણિત અલગ રીતે ગણાતા હોય એમ લાગે છે.
અમેરિકા સાથે ભારતે અનેક વેપારી મુદ્દે શિંગડા ભરાવેલા છે. ટ્રમ્પ અને મોદીની જોડી જ્યારે મોટેરા સ્ટેડીયમ ગજવશે ત્યારે વિશ્વ ભલે તેમની વાહ-વાહી કરે પણ ભારતના વેપારી વર્ગની નજર અમેરિકા સાથે કેટલીક વેપારી સમજૂતી પર રહેલી છે.
જીપીએસ (જનરલાઇઝ્ડ સિસ્ટમ ઓફ પ્રેફરન્સીસ) બાબતે અમેરિકાએ ગયા વર્ષે ભારતને મળતા વિશેષ પ્રેફરન્સ સિસ્ટમ પર પ્રતિબંધ મુકી દીધો હતો. ભારતનો વેપારી વર્ગ ઇચ્છે છે કે ભારત અને અમેરિકા એમ બંને સરળતાથી માર્કેટ એસેસ કરી શકે એવા કોઇ સમાધાન પર આવવું જોઇએ. અમેરિકા તેનો હાથ ઉપર રાખવા માંગે છે તેનાથી ભારતને નુકસાન થાય છે.
બંને દેશો આ મુદ્દે બાંધ છોેડ કરવા તૈયાર હતા અને ટ્રમ્પની મુલાકાત વખતે તે અંગે કોઇ જાહેરાત થઇ શકે એમ હતી પરંતુ હવે ટ્રમ્પે કહ્યું છે કે ભારત મુલાકાત વખતે કોઇ બિઝનેસ ડીલ નહીં થાય. જીપીએસ પ્રેાગ્રામના વિવાદ બાદ અમેરિકાના વહિવટી તંત્રે ભારતને મળતા લાભો પાછા ખેંચતા આ મુદ્દો સહુ પ્રથમ ચર્ચાય તે જરૂરી બન્યું છે. અહીં ઉલ્લેખનીય છે કે જીપીએસ પ્રોગ્રામ હેઠળ ભારત છ અબજ ડોલરની આઇટમો એક્સપોર્ટ કરે છે. ભારતથી એક્સપોર્ટ થતી અન્ય કેટલીક ચીજો પર પણ અમેરિકાએ ડયુટી વધારી છે. તેની સામે ભારતે પણ અમેરિકાથી આવતી કેટલીક ચીજો પર ભારે ડયુુટી નાખી છે.
કેટલીક સ્ટીલ અને એલ્યુમિનિયમ પ્રોડક્ટ પર લાદેલી ભારે ડયુટી હળવી કરાય એમ ભારત ઇચ્છે છે. જ્યારે ભારત વિશ્વમાં પાંચમા નંબરની ઇકોનોમી છે ત્યારે જીપીએસ હેઠળ આવતી પ્રોડક્ટના એક્સપોર્ટનો તેને લાભ મળવો જોઇએ. ભારત ઇચ્છે છે કે એગ્રીકલ્ચર, ઓટોમોબાઇલ અને ઓટો કમ્પોનન્ટ જેવા ક્ષેત્રો સાથે વેપારનો લાભ મળવો જોઇએ. ભારતની ટોબેકો લોબી માને છે કે સિગારેટ પર ટેક્સ લાદવા બાબતે થોડો પ્રેકટીકલ એપ્રોચ જરુરી છે. ઇન્ડોન્શિયાથી મંગાવાતા પામોલીન બાબતે પણ ભારત પ્રેકટીકલ બને એમ વેપારીઓની માગણી છે.
નાણા પ્રધાન નિર્મલા સીતારામને તાજેતરમાં કોલમ્બીયા યુનિવર્સિટી ખાતે એક વ્યક્તવ્યમાં કહ્યું હતું કે અમેરિકા સાથેના વેપારી સબંધોમાં સુધારો થઇ રહ્યો છે. એલ્યુમિનિયમ અને સ્ટીલ પ્રોડક્ટ કસ્ટમ ડયુટીમાં રાહત ઇચ્છે છે.
ડેરી અને મેડિકલ ડિવાઇસ ક્ષેત્રે પણ ભારત વધુ વેપાર કરે તેમ અમેરિકા ઇચ્છે છે તેમજ ઇન્ફોર્મેશન એન્ડ કોમ્યુનિકેશન ટેકનોલોજી પ્રોડક્ટ પરની આયાત ડયુટી પણ ભારત ઓછી કરે એવી અમેરિકાની માંગણી છે. ભારત અને અમેરિકા વચ્ચેના વેપારી સબંધો પહેલાં કરતાં વધુ સુધરેલા છે પરંતુ વૈશ્વિક મંદીની અસર હેઠળ આ બંને દેશો પસાર થઇ રહ્યા છે. ચીનમાં કોરોના વાયરસના આક્રમણ પછી ભારતના માર્કેટ તરફ ટોચની કંપનીઓ વળી છે.
ભારતને અમેરિકા સાથે પાકિસ્તાન બાબતે ચર્ચા કરવામાં રસ નથી પરંતુ વેપાર સાથે સંકળાયેલા વિવાદનું ભારત સમાધાન ઇચ્છે છે. ભારત અને અમેરિકા વચ્ચેની ટ્રેડ ડેફીસીટ પણ ચિંતાનો વિષય છે. ૨૦૧૯માં ભારતથી અમેરિકાનું એક્સપોર્ટ ૫૨.૪ અબજ ડોલરનું હતું. જ્યારે આયાત ૩૫.૫ અબજ ડોલરની હતી. ૨૦૧૮માં જે ટ્રેડ ખાધ-ડેફીસીટ ૨૧.૩ અબજ ડોલરની હતી તે ૨૦૧૯માં ઘટીને ૧૬.૯ અબજ ડોલર પર પહોંચી હતી.
અમેરિકા સુપર પાવર છે. અમેરિકી કંપનીઓમાં ભારતીયો ટોપ પર છે. અમેરિકાના ભૂતપૂર્વ પ્રમુખ ઓબામાંએ એકવાર તેમના વિદ્યાર્થીઓને કહ્યું હતું કે તમે લોકો નહીં ભણો તો તમારેે કાયમ માટે ઇન્ડીયનોના હાથ નીચે નોકરી કરવાનો વારો આવશે. ટ્રમ્પ વેપાર માટે આજે ભલે કોઇ જાહેરાત ના કરે પણ તેમના અધિકારીઓ બિઝનેસ પર નજર રાખીને બેઠા છે. ભારત કશું ફોેગટમાં કરે નહીં તે સમજી લેવું જોઇએ.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2PkxpG9
ConversionConversion EmoticonEmoticon