વિશ્વભરના બજારો કોરોના વાઇરસના પગલે ભીંસમાં


ચીનમાં પ્રસરેલા કોરોના વાઇરસ ઘાતક પુરવાર થઈ રહ્યો છે. આ વાઇરસ અત્યાર સુધી વિશ્વના ૨૫ જેટલા દેશોના લોકોને ચેપ લગાવી ચૂક્યો છે. તો બીજી તરફ ચીનમાં આ વાઇરસના કારણે મૃત્યુ આંકમાં સતત વધારો થઈ રહ્યો છે. તો બીજી તરફ તેના અસરગ્રસ્તોની સંખ્યામાં પણ વધારો થયો છે. આ વાઇરસની સમગ્ર વિશ્વના વિવિધ બજારો પર અસર થવા પામી છે. આ વાઇરસના કારણે અમેરિકા સહિત વિશ્વભરના શેરબજારો ધુ્રજી ઉઠયા છે. તો મેટલ- કોમોડિટી માર્કેટમાં પણ મોટા પાયે મુવમેન્ટ જોવા મળી છે. સોનાએ વિક્રમી સપાટી તરફ આગેકૂચ કરી છે. આ વાઇરસ વિશ્વના અન્ય બજારોની સાથોસાથ ભારતીય બજારો પર પણ અસર જોવા મળી છે.

ચીનની વાત કરીએ તો આ વાઇરલના કારણે ચીનમાં કોમોડિટીના ભાવ નીચે આવી ગયા છે. ધીરે ધીરે તેની અસર ભારતીય કંપનીઓ પર પણ થશે ભારત ચીનનો સૌથી મોટો વેપારી ભાગીદારી છે. ભારતની કુલ આયાતનો ૧૪ ટકા હિસ્સો ચીનમાંથી આવે છે. જો ચીનની આર્થિક પ્રવૃત્તિમાં લાંબી અવધિનું વિક્ષેપ આવે તો ત્યાંના શેરબજારને આંચકો આવે છે. હાલની પરિસ્થિતિ જોતાં રેટિંગ એજન્સીએ તેની અર્થવ્યવસ્થાની 

વૃદ્ધિ ૫.૮ ટકાથી ઘટાડીને ૫.૫ ટકા કરી 

દીધી છે.

જો કે, બજારના નિષ્ણાતો એવું માને છે કે શેરબજારમાં લાંબા ગાળાના નુકસાન નહીં થાય. એસએઆરસી, સ્વાઇન ફ્લુ, ઇબોલા જેવા રોગોએ બજારને અસર કરી છે પરંતુ તે પછી તેમાં પણ ઝડપી સુધારો થયો છે. ચીનની આ દુર્દશા ભારત માટે સુવર્ણ તક સમાન છે. ચીનમાં સ્થિર આર્થિક પ્રવૃત્તિને કારણે ક્રૂડના ભાવમાં ઘટાડો થયો છે. આ વર્ષે જાન્યુઆરીમાં ક્રૂડના ભાવ તેમની ટોચેથી ૨૫ ટકાનો ઘટાડો થયો છે. એવા સમયે જ્યારે ભારતમાં ફુગાવો સતત વધી રહ્યો છે, ત્યારે સસ્તી ક્રૂડ નોંધપાત્ર રાહત આપી શકે છે.

ચીનની ફેક્ટરીઓમાં સ્થગિત કામગીરીને કારણે ભારતીય કંપનીઓ સપ્લાય કરવામાં અસમર્થ છે. નજીકના સમયમાં જો તે લાંબુ ખેંચાશે તો તે ભારત માટે પણ એક પડકાર બની શકે છે. ચાઇના તરફથી સપ્લાય ન કરવાને કારણે ઇલેક્ટ્રિક સાધનો બિનવિદ્યુત મશીનરી અને મશીન ટુલ્સ, ટી.વી., મેટલ મોબાઇલ ઇલેક્ટ્રોનિક્સ પ્રોડક્ટ, ઓર્ગેનિક કેમિકલ અને ફાર્માસ્યુટિક ઘટકોની અછત છે. આવી સ્થિતિમાં ભારતીય કંપનીઓને બીજા કેટલાક બજાર શોધવા પડશે. ફાર્મા કંપનીઓની મોટી ઇન્વેન્ટરીઓ છે, તેથી તેમનું કાર્ય થોડા દિવસો સુધી ચાલશે પરંતુ ઇલેક્ટ્રોનિક ઉપકરણ કંપનીઓની મુશ્કેલીઓ પણ આ ક્ષણે સરળ નહી થાય. ફાર્મા કંપનીઓની જેમ તેમની પાસે લાંબા ગાળાની ઇન્વેન્ટરી નથી.

આમ, આગામી સમયગાળામાં કોરોનાની ચિંતા બજારોને ધુ્રજાવી શકે છે. જેની સૌથી ખરાબ અસર મેટલ્સ સહિતની કોમોડિટીઝ પર જોવા મળી શકે છે. ક્રૂડમાં ઝડપી ઘટાડાને જોતાં ઓપેક અને તે સિવાયના ઉત્પાદકોમાં ઉત્પાદન ઘટાડાની ચર્ચા શરૂ થઈ છે. જેની પાછળ ભાવને સપોર્ટ મળ્યો છે. ઓઇલના ભાવને સપોર્ટ મળે છે કે કેમ તે આગામી સમયમાં સ્પષ્ટ થઈ જશે.



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2STgNrl
Previous
Next Post »