
બોલીવુડ જાણે કે સીમા બિશ્વાસને ભૂલી ગઈ છે, એનું કારણ છે કે મેં રોલ મેળવવા કદી પી આર એજન્સીની મદદ નથી લીધી. ફિલ્મ જગતનું કામકાજ કઈ રીતે ચાલે છે એનો ખ્યાલ નથી.
તમને શાહિદ કપૂર- અમૃતા રાવની ૨૦૦૬ માં રિલીઝ થયેલી ફિલ્મ 'વિવાહ' ની નાયિકાની ઈર્ષ્યાળુ કાકી યાદ હશે. ખલનાયિકા જેવા આ પાત્રને લોકો આજે પણ ભૂલ્યા નથી. એટલા માટે કે સીમા બિશ્વાસે એ રોલમાં જીવ રેડી દીધો હતો. 'વિવાહ' રાજશ્રી પ્રોડક્શનની ફિલ્મ હતી. એ જ પ્રોડક્શન હાઉસના દિગ્દર્શક સૂરજ બડજાત્યાની ટીવી સિરિયલ 'દાદી અમ્મા દાદી અમ્મા માન જાવ' માં સીમા પાંચ વરસ બાદ સ્મોલ સ્ક્રીન પર કમ બેક કરી રહી છે.
આ પહેલા બિશ્વાસે 'મહાકુભ- એક રહસ્ય એક કહાની' સીરિયલ કરી હતી. આ શોમાં સીમા કેમિયો જ કરવાની હતી અને એના પાત્રનું ટૂંક સમયમાં મોત થવાનું હતું. પરંતુ સિરીયલના મેકરોને અભિનેત્રીનું કામ એટલું ગમી ગયું કે એમણે એનો રોલ લંબાવે રાખ્યો અને સીમાએ પુરો એક મહિનો સિરીયલનું શૂટીંગ કર્યું.
વરસો પહેલા શેખર કપૂરની બહુચર્ચિત ફિલ્મ 'બેન્ડિટ ક્વીન' માં ફુલનદેવીની ભૂમિકા કરીને સીમા બિશ્વાસે લોકોને વિચારતા કરી મૂક્યા હતા. ત્યારબાદ સંજય લીલા ભણશાળી એ સીમાને પોતાની ફિલ્મ 'ખામોશી' માં નાના પાટેકર સાથે મૂંગા બહેરા દંપત્તિના પાત્રમાં ચમકાવી. એમાં પણ અભિનેત્રીએ અમીટ છાપ છોડી હતી. દીપા મહેતા જેવી આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતી.
દિગ્દર્શિકાએ પોતાની ફિલ્મ 'ફન્ની બોય' માં સીમાને અગત્યનું પાત્ર આપ્યું છે. તાજેતરમાં જ એક્ટ્રેસે આ ફિલ્મનું શૂટીંગ કર્યું છે. પરંતુ બોલીવૂડનો દિગ્દર્શકોને સારા રોલ માટે સીમા યાદ નથી આવતી. છેલ્લે એણે ૨૦૧૭ માં 'હાફ ગર્લફ્રેન્ડ' નામની ફિલ્મ કરી હતી. આજે હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રી જાણે કે સીમા બિશ્વાસને ભૂલી ગઈ છે, એનું કારણ શું?
એનું કારણ બિશ્વાસ કહે છે કે મેં રોલ મેળવવા કદી પીઆર એજન્સીની મદદ નથી લીધી. મને ફિલ્મ જગતનું કામકાજ કઈ રીતે ચાલે છે એનો ખ્યાલ નથી. છતાં આજે જે રીતે નવા નવા વિષયો પર ફિલ્મો બની રહી છે એ જોતા મને પણ હિન્દી ફિલ્મોમાં સારા રોલ મળશે.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/37IlR64
ConversionConversion EmoticonEmoticon