કપલ્સ વચ્ચે ઓન-ઓફ રિલેશનશીપ :


એરિકા  ફર્નાન્ડિસ અને પાર્થ સમથાન : 

'કસૌટી  ઝિંદગીકી-૨' માં  એરિકા  અને પાર્થ  સાથે કામ કરતા હતા અને એ દરમિયાન  જ બંને વચ્ચે  પ્રણયના  ફૂલ ખીલ્યા.  જો કે બંનેએ  સારી મિત્રતા જાળવી રાખી.  સુમાહિતગાર  વર્તુળોએ  જણાવ્યું કે બંનેં કપલ  છે. દેખિતી રીતે  જ થોડા  મહિના  પહેલા જ બંને વચ્ચેની  રિલેશીનશીપમાં  વાંકુ પડયું   અને બંનેએ  શૂટીંગ  વેળા કેમેરાનો  સામનો કરતી  વેળા સાથે રહેતા અને એ પછીના  સમયે બંને જણા એકબીજાને  ટાળવા લાગ્યા.  પણ  છેલ્લા  અહેવાલ એ  મળ્યા છે કે  એરિકા  અને પાર્થ- બંનેએ  બંને વચ્ચેના વિખવાદનો અંત  આણ્યો  છે અને હવે  બંને સાથે  છે. 


વિશાલ  આદિત્ય  સિંહ અને મધુરિમા તુલી: 

હજુ  ગયા  વર્ષે  'નચ બલિયે'  માં એકબીજા સાથે  ઝઘડતા  હતા, પણ  હવે બંને એકબીજાને  કિસ કરતાં નજરે  પડે  છે.  બંને એકબીજાથી  ખુશખુશાલ  છે.  'બિગ બોસ' વેળા પણ બંનેનું વર્તન  આવું જ હતું. હવે એકબીજા વચ્ચે નવું આકર્ષણ  જન્મ્યું  હોય એવું  લાગે  છે છે. આ સાચું છે કે પછી શો પૂરતું જ?


રાજસિંહ  અને પૂજા ગોર: 

આ  બંને જણા  છેક  છેલ્લા  નવ વર્ષથી  સાથે હતા, પણ બંને વચ્ચે ઘણા ઉતાર-ચડાવ  આવી  ગયા છે. છેલ્લા કેટલાક વર્ષોમાં  આ બંને બ્રેકઅપ  સુધી પહોેંચી  ગયા હતા.  હજુ  ગયા વર્ષે સપ્ટેમ્બરમાં તો  બંને વચ્ચેનો  વિખવાદ  ચરમસીમાએ  પહોેંચી  ગયો  હતો,  પણ આ બે વચ્ચે અલગ થવું ખરેખર ઘણું  મુશ્કેલ  હતું   એવું પણ  સાંભળવા મળ્યું  છે કે  બંને  ફરીવાર  સાથે થઈ ગયા છે.  આમ, આ વખતે  એવું કહેવાય  છે કે  શું બંને  'સારા મિત્રો'  છે? 



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2wuzI2M
Previous
Next Post »