
રાજપાલે તેની માટાભાગની કારકિર્દીમાં કોમેડી સાથેના નેગેટિવ રોલ તેમ જ વિનોદી પાત્રો ભજવ્યાં છે. સાથે સાથે તેણે કેટલીક ફિલ્મોમાં મુખ્ય ભૂમિકાઓ પણ ભજવી છે.
સાવ સીધાસાદા દેખાતા રાજપાલ યાદવને મોટાભાગના દર્શકો કોમેડિયન તરીકે ઓળખે છે. આ કલાકારે તેની ૨૦ વર્ષની કારકિર્દીમાં ૨૦૦ જેટલી ફિલ્મોમાં કામ કર્યું છે. અને આ વર્ષે તેની છ ફિલ્મો આવવાની છે. તે કહે છે કે દર વર્ષ મારી લગભગ ૧૦ જેટલી મૂવીઝ રજૂ થાય છે. ચાહે તે કમર્શિયલ હોય કે પછી ઓફ બીટ,અન્ય કલાકારોની સાથે હોય કે સોલો.તે વધુમં કહે છે કે હું દરેક વખતે કાંઇક નું કરવાનો પ્રયાસ કરું છું. આ નવા દશકમાં પણ મને કાંઇક નવીનતા આણવી છે. અભિનેતાએ 'નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા' તેમ જ ઉત્તર પ્રદેશના લખનઉમાં આવેલી 'ભારતેન્દુ નાટય એકેડમી'માંથી અભિનયની તાલીમ લીધી છે.
તેણે સાત વર્ષ સુધી રંગમંચ પર કામ કર્યું છે. તે કહે છે કે અભિનય મારા હૃદયના ધબકારા છે.તે વધુમાં કહે છે કે અગાઉ હું દર્શકોના સંતોષ અને મનોરંજન તેમ જ ચોક્કસ સર્ર્જેકો સાથે કામ કરવા જેવી બાબતો ધ્યાનમાં રાખીને મારા પાત્રોની પસંદગી કરતો હતો. પણ હવે હું મારા સંતોષ અને આનંદને નજર સમક્ષ રાખીને મારા રોલ પસંદ કરું છું. અને દર્શકોને મારા અભિનયનો આનંદ માણવા આપું છું.
રાજપાલે તેની માટાભાગની કારકિર્દીમાં કોમેડી સાથેના નેગેટિવ રોલ તેમ જ વિનોદી પાત્રો ભજવ્યાં છે. સાથે સાથે તેણે કેટલીક ફિલ્મોમાં મુખ્ય ભૂમિકાઓ પણ ભજવી છે. તે કહે છે કે હું કોમેડી રોલમાં નહીં, બલ્કે દર્શકોને મનોરંજન પીરસવામાં માનું છું.હું હંમેશાં મારી કળાને અજવાળવા પ્રયાસરત રહું છું. હું મારા કામ દરમિયાન ચોક્કસ શિસ્તનું કડક પાલન કરું છું. કોઇપણ કલાકાર સારા કામનો ભૂખ્યો હોય છે. એમ કહેવાય છે કે કળા જેટલી ભીખારી હોય એટલી વધુ નિખરે. આ વર્ષે છ ફિલ્મોમાં સપોર્ટંગ રોલ ઉપરાંત મારી અન્ય પાંચ ફિલ્મો પણ આવવાની છે.
અભિનેતાને એ વાતનો આનંદ છે કે તેણે અત્યાર સુધી ેજે જે ફિલ્મ સર્જકો સાથે કામ કર્યું છે તેઓ બધા તેને વારંવાર પોતાની ફિલ્મોમાં લે છે. તે કહે છે કે મેં વર્ષ ૨૦૧૪માં ' મૈં તેરા હીરો' અને વર્ષ ૨૦૧૭માં 'જુડવ ા -૨'માં ડેવિડ ધવન સાથે કામ કર્યું હતું. અને હવે હું તેમની 'કૂલી નંબર ૧'માં પણ છું. તે વધુમાં કહે છે કે દિગ્દર્શક પ્રિયદર્શને છેલ્લાં કેટલાંક વર્ષોમાં ફિલ્મો નથી બનાવી. આમ છતાં હું તેમની 'હંગામા-૨'માં કામ કરવા ઉત્સાહિત છું. જોકે રામ ગોપાલ વર્માએ છેલ્લા ઘણાં વર્ષથી એકે હિન્દી ફિલ્મ નથી બનાવી. પણ તેઓ જ્યારે કોઇ હિન્દી સિનેમા બનાવતાં ત્યારે મને બોલાવતાં.મને એ વાતનો અનહદ આનંદ છે કે લોકો તેમ જ ફિલ્મ સર્જકો મને, મારા કામને ચાહે છે અને સરાહે છે.એક કલાકાર માટે આ જ સૌથી મોટું સન્માન ગણાય.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2V7uLan
ConversionConversion EmoticonEmoticon