ટેકહિસ્ટ્રી: ટેક્નોલોજીની દુનિયામાં, અગાઉ શું શું બન્યું આ સમયગાળામાં


ફેબ્રુઆરી ૨૫, ૧૮૩૭:  ઇલેક્ટ્રિક મોટરની પહેલી પેટન્ટ

આજના કમ્પ્યુટર અને ઇન્ફર્મેશન ટેકનોલોજી આધારિત જગતમાં ટેકનોલોજીની વ્યાખ્યા ઘણી બદલાઈ ગઈ છે, પરંતુ ટેકનોલોજીના મૂળ ઘણાં ઊંડાં અને વ્યાપક છે. આજના દિવસે ઇલેક્ટ્રિક મોટર માટેની પહેલી અમેિરકન પેટન્ટ નોંધાઈ હતી. ઇલેક્ટ્રિક એનર્જીને મિકેનિકલ એનર્જીમાં ફેરવી નાખતી મોટર આજે સાવ સામાન્ય ટેકનોલોજી લાગે છે પરંતુ તેની શોધને કારણે જ સમગ્ર વિશ્વમાં ઔદ્યોગિક ક્રાંતિ આવી એ ભૂલવા જેવું નથી.

ફેબ્રુઆરી ૨૫, ૨૦૧૦: એપલે ૧૦ અજબ ગીતનું વેચાણ કર્યું

આજના દિવસે એપલે જાહેર કર્યું કે તેના આઇટ્યૂન્સ સ્ટોરમાં ગીતનું વેચાણ ૧૦ અબજના આંકે પહોંચી ગયું છે. એપલ કંપનીએ દસ અબજમું ગીત ખરીદનાર વ્યક્તિને દસ હજાર ડોલરના મૂલ્યનું આઇટ્યૂન્સ ગિફ્ટ કાર્ડ ભેટ આપ્યું હતું. એપલે તેના આઇટ્યૂન્સ સ્ટોરથી મ્યુઝિક ઇન્ડસ્ટ્રીનું ભાવિ બદલી નાખ્યું. એપલને તેના સ્ટોર મારફતે પહેલાં પાંચ અબજ ગીત વેચતાં પાંચ વર્ષ લાગ્યા હતા. પછીનાં પાંચ અબજ ગીતો વેચતાં તેને માત્ર દોઢ વર્ષનો સમય લાગ્યો. પછી ફક્ત ત્રણ વર્ષમાં, તેણે બીજાં ૧૫ ગીતો વેચ્યાં. જોકે ૨૦૧૯માં  એપલે આઇટ્યૂન્સ સર્વિસને વિવિધ એપ્સમાં વહેંચી નાખી.

ફેબ્રુઆરી ૨૬, ૧૯૩૫: રડારનું પહેલી વાર ડેમોન્સ્ટ્રેશન થયું

બીજા વિશ્વયુદ્ધમાં મિત્ર દેશોનો વિજય થયો તેમાં દુશ્મન દેશોના વિમાનોના આક્રમણને પારખી લેતી રડાર ટેકનોલોજીએ બહુ મોટી ભૂમિકા ભજવી હતી. અગાઉ વાવાઝોડાની આગાહી કરવા માટે રેડિયો વેવનો ઉપયોગ થતો હતો. તેને જ આગળ વધારીને  એરક્રાફ્ટની હાજરી પણ પારખી શકાય એવી શક્યતા આજના દિવસે દર્શાવાઈ, અલબત્ત ઘણી ખરી શોધની જેમ રડારનું ચોક્કસ મૂળ પારખવું મુશ્કેલ છે. આધુનિક કમ્પ્યુટરાઇઝ્ડ ટેકનોલોજીથી રડારે ખરા અર્થમાં આકાશ સર કર્યું.

ફેબ્રુઆરી ૨૬, ૧૯૯૧: પહેલું વેબ બ્રાઉઝર લોન્ચ થયું

વર્લ્ડ વાઇડ વેબના સર્જક તરીકે જાણીતા ટીમ  બર્નર્સ લીએ આજના દિવસે પહેલા વેબ બ્રાઉઝરની દુનિયાને ભેટ આપી હતી. જોકે તેનું પહેલું વર્ઝન આગલા વર્ષે ક્રિસમસના દિવસે તેમણે અમુક ભૌતિકશાસ્ત્રીઓ સામે રજૂ કર્યું હતું.



from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3ckSoCq
Previous
Next Post »