
નડિયાદ,તા.27 ફેબ્રુઆરી 2020, ગુરુવાર
નડિયાદમાં સ્કુલની બાળકીને વાનચાલક દ્વારા થયેલ બદકૃત્યના પ્રશ્ને શ્રી રાષ્ટ્રીય કરણી સેના અને બાળકીના પરિવારજનોએ જિલ્લા અધિક કલેકટરને આવેદપત્ર પાઠવ્યુ છે.જેમાં તા.૨૦-૨-૨૦૨૦ ના રોજ નડિયાદ રૂરલ પોલીસ મથકે થયેલ ફરિયાદ અંગે રજૂઆત કરી યોગ્ય કાર્યવાહી કરવા જણાવ્યુ હતુ.
આજરોજ રાષ્ટ્રીય કરણી સેના અને બાળકીના પરિવારજનોએ આપેલ આવેદનપત્રમાં જણાવ્યુ હતુ કે ડભાણની સંત ઉરસુલ્લા સ્કુલના વાન ચાલક યુનુસભાઇ મોમીને શાળામાં અભ્યાસ કરતી પાંચ વર્ષની દિકરીને અશ્લીલ વિડિયો બતાવી નગ્ન ચેષ્ટાઓ કરી હતી.જે અંગે દિકરીના પરિવારજનોએ તા.૨૦-૨-૨૦૨૦ ના રોજ નડિયાદ રૂરલ પોલીસ મથકે ફરિયાદ નોંધવી હતી.
જેથી આ કેસમાં આરોપી યુનુસભાઇ મોમીનને સખતમાં સખત સજા થાય,અને કોઇ પણ સંજોગોમાં આવી વિકૃત માનસીંકતા ધરાવતા આરોપીઓને જામીન આપવામાં ન આવે તેવી રજૂઆત કરાઇ છે.
જો દિકરીને ન્યાય નહી મળે તો આવનાર દિવસોમાં ગાંધી ચિન્ધયા માર્ગે આંદોલન કરવાની ચિમકી પણ ઉચ્ચારી છે. જ્યારે બાળકીના પરિવારજનોએ આપેલ આવેદનપત્રમાં ઉમેર્યુ છે કે અમારી દિકરી સાથે જે અપકૃત્ય થયેલ છે તેવુ સમાજની અન્ય સ્કુલોમાં ભણતી દિકરીઓ સાથે ન થાય તે માટે કડક પગલા ભરવા રજૂઆત કરી છે.આ ઉપરાંત તમામ સ્કુલોના વાન ચાલકો પાસેથી માહિતી મંગાવી અને તપાસ કરાવી તેમજ આવા અસામાજીક કૃત્ય ન થાય તે માટે પગલા ભરવા રજૂઆત કરી છે.
from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2T50TKi
ConversionConversion EmoticonEmoticon