
મુંબઇ,27 ફેબ્રુઆરી 2020 શુક્રવાર
તમામ શક્યતા છે કે કરિશ્મા અને કરીના કપૂર ઝુબેદાની સિકવલમાં કામ કરતી નજરે ચડશે. ઓરિજિનલ ઝુબેદા ૨૦૦૧માં રિલીઝ થઈ હતી અને એને શ્યામ બેનગલે ડિરેક્ટ કરી હતી. આ ફિલ્મમાં કરિશ્મા કપૂર રેખા અને મનોજ બાજપેયી લીડ ભૂમિકામાં હતા. તો સ્ક્રિપ્ટ ખાલીદ મોહમ્મદે લખી હતી.
હવે ખાલિદ ઝુબેદાની સિકવલ બનાવવા માગે છે અને મનાય છે કે ઝુબેદાની સિકવલ રુતબામાં કપૂર સિસ્ટર્સ અભિનય કરશે. સ્વયં ખાલિદે આ બાબતના સ્પષ્ટ સંકેત આપ્યા છે. જોકે ખાલિદે કહ્યું કે આ ફિલ્મ હાલમાં પ્રારંભિક તબક્કામાં છે.
ખાલિદે કહ્યું કે ઝુબેદાની સિકવલ રુતબામાં એ કપૂર સિસ્ટર્સ સિવાય કોઈની કલ્પના પણ નથી કરી શકતો. આ ફિલ્મના ડિરેક્ટર તરીકે એમણે કોઈ ફોડ તો ન'તો પાડયો, પણ ઝુબૈદાના ડિરેક્ટર શ્યામ બેનેગલની પ્રસંશાના તોરણો એણે બાંધ્યા હતાં.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2uIsFDe
ConversionConversion EmoticonEmoticon