વણનોતર્યા મેસેજનું પ્રમાણ ઘટાડો


તમારા ફોનમાંની એસએમએસ એપ ઓપન કરો અને જુઓ કે તેમાં તમારે માટે ખરેખર કામના મેસેજ કેટલા છે? તમે જોશો કે તમે ‘ડુ નોટ ડીસ્ટર્બ (ડીએનડી)’ સર્વિસ માટે રજિસ્ટ્રેશન કર્યું હશે તો પણ તમારા પર સંખ્યાબંધ વણનોતર્યા એસએમએસનો મારો થતો હશે! 

‘‘તમારી રૂપિયા ૧૫ લાખની લોન મંજૂર થઈ ગઈ છે, આગળની પ્રોસેસ માટે આ લિંક ક્લિક કરો...’’, ‘‘રૂપિયા ૧૦ લાખ તમારા એકાઉન્ટમાં તરત જમા થઈ શકે છે, અહીં ક્લિક કરો...’’  આ પ્રકારના એસએમએસનું પ્રમાણ હવે બહુ વધી રહ્યું છે. 

થોડા ઊંડા ઉતરીએ તો સમજાય કે આ પ્રકારના મેસેજ સામાન્ય રીતે વિવિધ પ્રકારની ફાઇનાન્સિયલ સર્વિસિઝ ઓફર કરતી કંપની તરફથી આવતા હોય છે. આવા મેસેજ મોકલતી બધી જ કંપની ગેરકાયદે હોતી નથી અને દરેકનો ઇરાદો આપણો ડેટા ચોરવાનો હોતો નથી, પરંતુ એ હકીકત છે કે આપણે ડીએનડી નોંધાવ્યું હોય તેમ છતાં આવા મેસેજ આપણા ફોનમાં ઘૂસી જાય છે.

કારણ એ છે કે બલ્ક એસએમએસની સર્વિસ આપતી કંપની ‘પ્રમોશનલ’ અને ‘ટ્રાન્ઝેકશનલ’ એમ બે પ્રકારના એસએમએસ કરવાની છૂટ આપતી હોય છે. ટ્રાન્ઝેકશનલ મેસેજ માત્ર એવા લોકોને મોકલી શકાય છે જેની સાથે આપણે કોઈને કોઈ વ્યવહાર કર્યો હોય. આવા મેસેજને ડીએનડીનો અવરોધ નડતો નથી.

ઉપર જણાવ્યા મુજબના મેસેજ મોકલતી કંપની ટ્રાન્ઝેકશનલ મેસેજનો રસ્તો અપનાવતો હોય તેવી પૂરી શક્યતા છે. આવા મેસેજ ઓપન કરી તેની ડિટેઇલ્સમાં જાઓ અને તેમાં ‘બ્લોક એન્ડ રીપોર્ટ સ્પામ’નો વિકલ્પ પસંદ કરો. 

આ રીતે તમે આ દૂષણ ઘટાડવામાં પણ સહયોગ આપશો! 



from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/39kXDk1
Previous
Next Post »