
ઈન્ડસ્ટ્રીમાં એ નવા નવા સંબંધો વિકસાવી રહ્યો છે જો કે એને મુંબઈ કરતા પંજાબ વધુ પસંદ છે. બોલીવૂડમાં કામ કરવાની તક નહિ છોડે મુંબઈ અને પંજાબ વચ્ચે અવરજવર કરતો રહેશે.
પંજાબી મૂવી અને મ્યુઝિક ઈન્ડસ્ટ્રીના દિગ્ગજ સ્ટાર જેસી ગિલની પંગા બોલીવૂડમાં પહેલી ફિલ્મ નથી. એ અગાઉ ૨૦૧૮માં હેપ્પી ભાગ જાયેંગીનો પણ હિસ્સો રહી ચૂક્યો છે. હવે પંગા રિલીઝ થઈ ગઈ છે. અને જેસીને બોલીવૂડમાં ત્રીજી ફિલ્મ પણ મળી ચૂકી છે. પંજાબી ફિલ્મ અને મ્યુઝિક ઈન્ડસ્ટ્રીમાં ઘણું નામ કમાયા છતાં બોલીવૂડમાં જેસીએ નવેસરથી એકડો ઘૂંટવો પડયો છઠે. આ બે વરસમાં જેસીને અનેક પડકારોનો સામનો કરવો પડયો છે. પરંતુ એણે માત્ર રોલ મેળવવા સમાધાન કદી નથી કર્યું. જો કે એના આ અભિગમ ફળદાયી પૂરવાર થયા અને હવે એણે બોલીવૂડમાં પોેતાનું નાનકડું સ્થાન બનાવી લીધું છે.
જેસી ગિલ કહે છે કે પંગાની ટોળકીમાં સ્ત્રીઓની બહુમતી હતી. કંગના રનૌત, નીના ગુપ્તા, અશ્વિની ઐય્યર તથા રિચા ચઢ્ઢાની કંપની બહુ ગમી. બોલીવૂડમાં નવો સવો હોવા છતાં પંગાની ટીમે સેટ પર એને વતનની ખોટ ન સાલવા દીધી. જો કે એના ઘેર પણ સ્ત્રીઓનું જ રાજ ચાલે છે. એ ત્રણ બહેનોનો એકનો એક લાડકો ભાઈ છે. એના પિતાએ ત્રણે બહેન અને એને પોતપોતાના વ્યવસાય પસંદ કરવાની છૂટ આપી હતી. એ પંગામાં કંગનાના પતિની ભૂમિકામાં છે. જે લગ્નજીવનને સફળ બનાવવા અહમ્ શબ્દને ઘરેલુ જીવનમાં વચ્ચે લાવતો નથી.
જેસી કહે છેં કે સિંગર તરીકે કારકિર્દી શરૂ કરવા એણે પિતા પાસે નાણાં ઉછીના લીધા હતા. એ સમયે એ જોખમ હતું પણ એને પિતાના નાણા બરબાદ નહોતા કરવા. એ ઓસ્ટ્રેલિયા ગયો ત્યાં કાર ધોઈને નાણા બચાવ્યા ને એનું રોકાણ પોતાની કારકિર્દી પાછળ કર્યું. બોલીવૂડમાં એની બીજી ફિલ્મમાં કંગના અને એની ટીમ સાથે કામ કરવા મળવાથી એ રાજી છે. કંગનાને એ કાબેલ કલાકાર માને છે.
એ પોતાના આવા દ્રશ્યને ઝીણવટપૂર્વક સમજે છે અને પછી જ સેટ પર આવે છે. હવે આ ઈન્ડસ્ટ્રીમાં એ નવા નવા સંબંધો વિકસાવી રહ્યો છે જેથી કામની અછત ન રહે. જો કે આજે એને મુંબઈ કરતા પંજાબી વધુ પસંદ છે. જો કે એ બોલીવૂડમાં કામ કરવાની તક નહિ છોડે મુંબઈ અને પંજાબ વચ્ચે અવરજવર કરતો રહેશે.
એ બોલીવૂડમાં સફળ થાય તો પણ પંજાબની પ્રજાને કોઈ દિવસ નહીં ભૂલે. બોલીવૂડમાં એન્ટ્રી માર્યા પહેલા પંજાબની ખમીરવંતી પ્રજાએ એને નામ-દામ આપ્યા છે. એટલે પંજાબી સંગીત કે પંજાબી ફિલ્મો છેડવાનો તો સવાલ જ નથી.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2HDACfT
ConversionConversion EmoticonEmoticon