વસ્તીના પ્રમાણમાં તમામ ક્ષેત્રે 85 ટકા પ્રતિનિધિત્વ આપવા આવેદન


નડિયાદ,તા.19 ફેબ્રુઆરી 2020, બુધવાર

ડૉ.બાબાસાહેબ આંબેડકર સંપર્ક અભિયાન ગળતેશ્વર તાલુકા દ્વારા ગળતેશ્વર તાલુકા મામલતદારને આવેદનપત્ર પાઠવ્યુ હતુ.જેમાં પ્રતિનિત્વના સંવિધાનિક સિધ્ધાંત મુજબ ઓબીસી,એસટી,એસસી બહુજન લોકોને વસ્તીના પ્રમાણમાં તમામ ક્ષેત્રે ૮૫ ટકા પ્રતિનિધિત્વ અનામત આપવા તાત્કાલિક  સંવિઘાનમાં સુધારો કરવા રજૂઆત કરી હતી.

ડૉ.બાબાસાહેબ આંબેડકર સંપર્ક અભિયાન ગળતેશ્વર તાલુકા દ્વારા ગળતેશ્વર તાલુકા મામલતદારને આપેલ આવેદનપત્ર માં જણાવ્યુ છે કે  નામદાર સુપ્રિમકોર્ટના તા.૭-૨-૨૦૨૦ સીવીલ અપીલ નં-૧૨૨૬-૨૦૨૦ મુકેશકુમાર વિરુધ્ધ સ્ટેટ ઓફ ઉત્તરાખંડના કેસમાં ઓબીસી,એસટી,અને એસસી લોકોના કલ્યાણ માટે અનામતની જોગવાઇઓને રાજય સરકારની મનસુબી પર છોડી દેવામાં આવી છે.તે સંવિધાનની મુળ ભાવનાથી વિરુધ્ધ અને ૮૫ ટકા લોકોના ઉત્થાનમાં અવરોઘક થઇ પડે તેમ છે.તો સમગ્ર રાષ્ટ્રના હિતમાં આ ચૂકાદાની અસરને દુર કરવા જરૂરી સંવિધનિક પગલા ભરી સુધારો કરવા અપીલ છે.આ સાથે ચાર જુદા જુદા મુદાઓનુ વિશ્લેષણ કરી અપીલ કરવામાં આવી છે.



from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2V7Z5lw
Previous
Next Post »