આલિયા ભટ્ટે મા આનંદ શીલાનું પાત્ર ભજવવાની તૈયાર બતાવી


મુંબઇ,તા.18 ફેબ્રુઆરી 2020 મંગળવાર

આમિર ખાન ઓશો પર એક ફિલ્મ બનાવવા માગે છે, તેવી ઘણા સમયથી ચર્ચા થઇ રહી છે. જોકે આ ફિલ્મ વિશે વધુ કોઇ માહિતી નથી. આ ફિલ્મમાં મા શીલા આનંદના પાત્ર માટે પ્રિયંકા ચોપરા અને આલિયા ભટ્ટના નામની ચર્ચા હતી. 

'' મને ચોક્કસ આ પાત્ર ભજવવું ગમશે, પરંતુ પાત્ર સ્વીકારતા પહેલા મારી એક શરત હશે કે મા આનંદ શીલાની આ માટે પરવાનગી હોવી જોઇએ. જો મને આ તક મલશે તો હું ચોક્કસ મા આનંદ શીલાને પડદે  સાકાર કરીશ.  આ પાત્ર ભજવવું એ એક સમ્માનજનક છે.  તેમ આલિયાએ એક ઇન્ટરવ્યુમાં તાજેતરમાં જણાવલ્યું હતુ.ં 

મા શીલા આનંદ પરથી આધારિત ફિલ્મ અથવા તો વેબ સીરીઝ બનવાની વેતરણાં આમિર ખાન છે. પરંતુ ા અંગે હજી કોઇ સ્પષ્ટતા થઇ નથી. આ બાબતે વાત પણ આગળ ચાલી રહી હોય એવી કોઇ ચર્ચા નથી. 

મા આનંદ શીલાના પાત્ર માટે પહેલા પ્રિયંકા ચોપરાનું પણ નામ હતું. 



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2P8eYnX
Previous
Next Post »