ફિલ્મ 83મા દીપિકા પદુકોણ ભજવશે આ પાત્ર, ફર્સ્ટ લુક આવ્યો સામે

મુંબઇ, તા. 19 ફેબ્રુઆરી 2020, બુધવાર

રણવીર અને દીપિકા પદુકોણના લગ્ન બાદ પહેલીવાર તેમની જોડી ફિલ્મ 83મા જોવા મળશે. થોડા સમય પહેલા જ આ ફિલ્મમા રણવીર સિંહે પોતાના પાત્ર કપિલ દેવના લુકના કેટલાક ફોટો શેર કર્યા હતા. હવે કપિલ દેવના પત્ની રોમા દેવીનો રોલ ભજવનાર દીપિકાનો ફર્સ્ટ લુક સામે આવ્યો છે. સોશ્યલ મીડિયા પર વાયરલ થયેલા ફોટોમા દીપિકા શોર્ટ હેરમા જોવા મળે છે. દિપિકા આ લુકમા એકદમ રોમા દેવી જેવી લાગે છે. 

મારા માટે સન્માનની વાત છે: દીપિકા પદુકોણ

દીપિકા પદુકોણે ફિલ્મ 83મા પોતાના પાત્ર વિશે જણાવ્યુ કે, ભારતીય રમતના ઈતિહાસના મહત્વપૂર્ણ સમયમાંથી ખાસ બાબતને લઈને બની રહેલી આ ફિલ્મમા મહત્વપૂર્ણ પાત્ર ભજવવુ એ મારા માટે ગર્વની વાત છે. પતિના સપનાઓની સફળતા માટે પત્ની કેટલી મહત્વની ભૂમિકા ભજવે છે. તે બાબત દીપિકાએ પોતાની મમ્મી પાસેથી બહુ નજીકથી જોયેલી છે. આ ફિલ્મ સાચી રીતે તો એ તમામ સ્ત્રીઓને સમર્પિત છે જેમણે પોતાના સપનાઓ કરતા પોતાના પતિના સપનાઓને વધારે મહત્વપૂર્ણ ગણ્યા છે.  



ફિલ્મ 83ના ડાયરેક્ટર કબીર ખાનએ કહ્યુ કે, તેમણે હંમેશા દીપિકા પદુકોણને એક અભૂતપૂર્વ હિરોઈનના રૂપે જોઈ છે જ્યારે તેઓ રોમી દેવીના પાત્ર માટે હિરોઇનનો વિચાર કરતા હતા ત્યારે તેના મનમા દીપિકા પદુકોણનુ નામ પહેલા આવ્યુ. રોમી દેવી પાસે બહુ હકારાત્મક ઊર્જા છે અને દીપિકાએ આ પાત્રને પૂરતો ન્યાય આપ્યો છે. 

ઉલ્લેખનીય છે કે, રણવીરની સાથે દિપિકાની કેમેસ્ટ્રી કમાલની છે. જેના કારણે ડાયરેકટરને કપિલ દેવ અને રોમી દેવીની કેમેસ્ટ્રી દર્શાવવા માટે ઘણી મદદ મળી છે. તેને બહુ ખુશી છે કે દિપિકા ફિલ્મ 83નો એક ભાગ બની છે.  

વર્ષ 1983ના વર્લ્ડ કપની વાર્તા પરથી બની છે ફિલ્મ 83

ફિલ્મ 83ની વાર્તા વર્ષ 1983ના વર્લ્ડ કપમા વેસ્ટન્ડિઝની સામે ભારતને મળેલા ભવ્ય વિજયની છે. તેમા રણવીર સિંહ કપિલ દેવનુ પાત્ર ભજવી રહ્યા છે. જ્યારે, રણવીર સાથે દીપિકા પદુકોણ પણ આ ફિલ્મમા કપિલ દેવની પત્નીની ભૂમિકામા જોવા મળશે. ફિલ્મ 83મા તાહિર રાજ ભસીન, એમી વિર્ક, હાડી સંધુ અને ચિરાગ પટેલ પણ જોવા મળશે. 

કેટલાક સમય પહેલા જ આ ફિલ્મની પહેલી ઝલક જોવા મળી હતી. જેને લોકોએ ઘણી પસંદ કરી હતી. આ ફિલ્મ 10 એપ્રિલ 2020એ રિલિઝ થશે. ફિલ્મના પ્રોડ્યુસર મધુ મન્ટેના, વિષ્ણુ ઇન્દુરી, કબીર અને દીપિકા પાદુકોણ છે. રિલાયન્સ એન્ટરટેઇન્મેન્ટ આ ફિલ્મને પ્રેઝન્ટ કરી રહ્યું છે.  




from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/326DzyZ
Previous
Next Post »