ધુ્રવ મર્ચન્ટના ઘરે પારણું બંધાયું


'રક્ત સંબંધ' અને 'તેરે શહર મેં' જેવી ધારાવાહિકોમાં જોવા મળેલા અભિનેતા ધુ્રવ ભંડારીના ઘરે પારણું બંધાતા તેની ખુશીનો પાર નથી. તેની કોરિયોગ્રાફર પત્ની શ્રૂતિ મર્ચન્ટે ૧૮મી જાન્યુઆરીએ પુત્રીને જન્મ આપ્યો હતો. બંનેએ વર્ષ ૨૦૧૭ના જૂન મહિનામાં લગ્ન કર્યાં હતાં. ધુ્રવે કહ્યું હતું કે અમારા ઘરે લક્ષ્મી અવતરતાં અમારી ખુશીનું ઠેકાણું નથી રહ્યું. ખરૂં કહું તો અમારો રાજીપો વર્ણવવા શબ્દો ઓછા પડી રહ્યાં છે. જોકે અભિનેતાના  પ્રશંસકોને એમ લાગે છે કે તેણે  શ્રૂતિ ગર્ભવતી હોવાની વાત સંતાડી રાખી હતી. પરંતુ ધ્રુવ કહે છે કે મારો એવો કોઇ ઇરાદો નહોતો. હું  સોશ્યલ મીડિયા પર સક્રિય નહોતો તેથી મેં આ વાત જાહેર નહોતી કરી. પરંતુ હવે હું મારી આ ખુશી બધા સાથે શેર કરી રહ્યો છું. તેણે વધુમાં કહ્યું હતું કે ઘણાં લોકો મને અમારી દીકરીનું નામ પૂછે છે. પરંતુ હજી સુધી અમે તેનું નામ નક્કી નથી કર્યું. હાલના તબક્કે તો અમે તેને તેડી તેડીને રાજી થઇ રહ્યાં છીએ. જોકે અમારા મનમાં કેટલાંક નામ છે. અમે  તેમાંથી એક નામ પસંદ કરીશું.


 સંગીતા ઘોષ વર્તમાન શો છોડવા તત્પર 

 હાલના તબક્કે 'દિવ્ય દ્રષ્ટિ'માં 'પિશાચીની'ની ભૂમિકા ભજવી રહેલી  સંગીતા ઘોષ હવે શો છોડવા તત્પર બની છે. તે કહે છે કે હું સર્જનાત્મક વિવાદને પગલે આ પગલું ભરી રહી છું. મારા રોલમાં હવે કોઇ દમ નથી રહ્યો. અને હું કરવા ખાતર તેમાં કામ જારી રાખવા નથી માગતી. તેણે વધુમાં કહ્યું હતું કે આ શો માત્ર બાવન એપિસોડનો જ હતો. પરંતુ તેને લંબાવવામાં આવ્યો. સર્જકોએ મારા પાત્રને સારી રીતે રજૂ કરવાનો પ્રયાસ કર્યો  હતો. પરંતુ તે સફળ ન થયો. તેથી મને તેમાં કામ  કરવાની મઝા નથી આવતી. છેવટે મેં આ  શો છોડવાનો નિર્ણય લીધો. મારા પાત્રના સ્થાને અન્ય કોઇને મૂકવામાં નહીં આવે બલ્કે તેનો અંત આણી દેવામાં આવશે. હું માનું છું કે દરેક કલાકારને તેના પાત્ર વિશે સ્પષ્ટ જાણકારી હોવી જોઇએ. પરંતુ કમનસીબે ટચૂકડા પડદે તે શક્ય નથી હોતું. આવી સ્થિતિમાં જ્યારે તમારા રોલમાં દમ ન રહે ત્યારે તમારે તેને અલવિદા કહી દેવી જોઇએ.


અનિતા હસનંદાની ફરી સુપરનેચરલ શોમાં 

ધારાવાહિક 'નાગિન ભાગ્ય કા જહરીલા ખેલ' દર્શકોને ટચૂકડા પડદા સામે જકડી રાખી રહી છે. આ સીઝનમાં નિયા શર્મા, જસ્મીન ભસીન અને વિજયેન્દ્ર કુમેરિયા જેવા મુખ્ય કલાકારોને રજૂ કરતાં આ શોમાં  હવે અનિતા હસનંદાની પણ જોડાઇ છે. અભિનેત્રીની એન્ટ્રીએ સિરિયલને નવો વળાંક આપ્યો છે. તેને કારાણે 'વૃંદા', 'નયનતારા' અને 'દેવ'ના જીવનમાં પણ નવા વળાંક આવે છે. અભિનેત્રીએ તેના પાત્ર વિશે કહ્યું હતું કે હું તેમાં 'વિશાખા' બનીને પ્રવેશી છું.આ ફ્રેન્ચાઇસીમાં ફરીથી જોડાવું મારા માટે ગૌરવપૂર્ણ છે. મને જ્યારે  આ પાત્રની ઓફર આવી ત્યારે મેં હા પાડવા માટે બે વખત વિચાર નહોતોકર્યો. આ શોમાં મારું રૂપ પહેલા કરતાં થોડું જુદું છે. હું મારા શત્રુઓ સામે બળપ્રયોગ કરું છું. મારી એન્ટ્રીએ શોમાં નવો રોમાંચ ભરી દીધો છે. મારા પ્રશંસકોને પણ મારો આ અવતાર ગમી રહ્યો છે. 

 

ઠીંગણી રિયા શુક્લાની લાંબી છલાંગ 

 આપણા સમાજમાં છોકરીઓમાં રહેલી નાની સરખી શારીરિક ક્ષતિ પણ તેના જીવનને અભિશાપ સમું બનાવી દે છે. પરંતુ જો તે કન્યા સ્વયં આત્મવિશ્વાસુ હોય તો તે સમાજને જડબાતોડ જવાબ આપીને પોતાના વ્યક્તિત્વને ઉજાગર કરી શકે છે. આવું જ કાંઇક જોવા મળી રહ્યું છે 'નાટી પિંકી કી લંબી લવ સ્ટોરી'માં.માત્ર ચાર ફૂટ આઠ ઈંચ ઊંચાઇની  એક છોકરી સંકુચિત વિચારસરણી ધરાવતા પરિવારમાં ઉછરે છે. તેના પરિવારજનોને હંમેશાં એવી ચિંતા રહે છે કે તેનો હાથ કોણ ઝાલશે? તેનું ભાવિ કેવું હશે.વળી તેના પિતા તો અત્યંતં સંકુચિત અને પરંપરાગત વિચારસરણી ધરાવે છે. જોકે તેના દાદી હંમેશાં તેની પડખે ઊભા રહે છે. પરંતુ આ બટકી છોકરી પિંકી કશ્યપને કોઇ જાતની લઘુતાગ્રંથિ નથી. તેના સપના ઊંચા છે. તે કહે છે કે હું ઠીંગણી છું તો શું થઇ ગયું, મારા શમણાં તો ઊંચા છે ને. રિયા શુક્લ પણ પોતાના રોલ વિશે કહે છે કે ેપિંકી મનભરીને જીવવા માગે છે. તેની જીવનયાત્રામાં કેટલાંક અરોધો પણ આવે છે. પરંતુ તે  હારતી કે થાકતી નથી. તે બધાને હસાવે છે, રડાવે છે અનેઆગળ વધે છે. પોતાની ખામી સામે ં કુશળતાપૂર્વક લડત આપવી એ નાનીસુની વાત નથી. તેણે વધુમાં કહ્યું હતું કે  બોલીવૂડ વર્લ્ડ ખુંદી વળ્યા પછી મને ટી.વી. પર પહેલી વખત કામ મળ્યું. અને તે પણ આટલા શક્તિશાળી રોલ સાથે. એક કલાકારને તેનાથી વધુ શું જોઇએ.



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2HTyRLL
Previous
Next Post »