Cine GUIDE .


ગાયક મુકેશે કઇ ફિલ્મોમાં ભૂમિકા કરી?

ભૂમિકા જોશી (રાજ પિપડા)

* નિર્દોષ, આદાબ અર્ઝ, આહ અને અનુરાગ.

મિરજકર, મેહમૂદ અને જોની લીવરમાંથી મદ્રાસીની ભૂમિકા કોણે સુંદર રીતે ભજવી?

દિપક કાણકિયા (મહુવા)

* મહેમૂદે, ધુમાલે પણ ચાચા ચૌધરી અને નઇ દિલ્હીમાં મદ્રાસીની ઉત્કૃષ્ટ ભૂમિકા અદા કરેલી.

સ્ટિલ અને ટ્રિક ફોટોગ્રાફીમાં શો ફરક છે?

દિલીપ દેસાઇ (નવસારી)

* અખબારો અને મેગેઝિનોમાં છાપવા માટે અને થિયેટરો પર મૂકવા માટે ખાસ તસવીરો પાડવામાં આવે છે એને સ્ટિલ ફોટોગ્રાફી કહેવાય છે. ચમત્કારીક દ્રશ્યો શૂટ કરવામાં ટ્રિક ફોટોગ્રાફીનો ઉપયોગ થાય છે.

હીરો તરીકે પ્રેમનાથની ફિલ્મો કઇ?

સમીર જાની (ભાલેજ)

* બુઝદિલ (નિમ્મી), બાદલ અને સાકી (મધુબાલા) તથા ઔરત (બીના રાય)

ગીત ગાતા ચલના લેખક ઇસાફ મુજાવરની માહિતી આપશો?

ઇરફાન પટેલ  (ગોધરા)

* ઇસાફ મુજાવર પચાસ વર્ષોથી ફિલ્મ પત્રકાર છે. એમનાં દાદા સાહેબ ફાળકે, રાજકપૂર, દેવ આનંદ, મીના કુમારી, સિનેમા, ફ્લેશબૅક, ગુરુદત્ત, મુખવટા, અલબેલા, ભગવાન, નૂરજહાં અને લતા એમ દસ પુસ્તકો મરાઠીમાં પ્રકાશિત થયાં છે. ગુરુદત્ત અને મુખવટા ગુજરાતીમાં અને મહારાષ્ટ્ર અ બર્થ પ્લેસ ઑફ ઇન્ડિયન ફિલ્સ અંગ્રેજી અને મરાઠીમાં પ્રસિધ્ધ થયાં છે. એમના લેખોનો હિંદી, ગુજરાતી અને ઉર્દૂ ભાષામાં અનુવાદ થયો છે. રસ રંગ અને ચિત્રનંદના તેઓ સંપાદક હતા. 

ઓછા બજેટવાળી ફિલ્મો કઇ?

સુભાષ કાપડિયા (અંકલેશ્વર)

* ઘણી છે. ઋષિકેશ મુખર્જી  અને ગુલઝાર જેવા દિગ્દર્શકોની ફિલ્મો ઓછા બજેટની હોય છે.

વિનોદ ખન્નાની પહેલી ફિલ્મ? હિટ ફિલ્મો?

ભરત નાયક (અમદાવાદ)

* પહેલી ફિલ્મ મનકા મીત, હિટ ફિલ્મો મેરા ગાંવ મેરા દેશ, મૈં તુલસી તેરે આંગન કી, હેરા ફેરી, મુકદ્દર કા સિકંદર, હાથ કી સફાઇ, ઇન્કાર, ખૂન પસીના, કુર્બાની અને ઇન્સાફ.

'ધૂંઆ' ના કલાકારો કોણ હતા? આ નામની ફિલ્મો  કેટલીવાર બની હતી અને તે ક્યારે  રિલીઝ થઈ હતી?

-  ગૌતમ પઢિયાર : (અમદાવાદ)

* ધૂંઆ નામની  ફિલ્મ  બે વાર બની હતી.  પ્રથમવાર આ ફિલ્મ ૧૯૫૩માં બની હતી અને બીજીવાર આ ફિલ્મ ૧૯૮૧માં  બની  હતી. ૧૯૫૩માં  બનેલી 'ધૂંઆ' માં એમ. રાજન, ઉષા, કિરણ, આશા માથુરી, પ્રતિમા દેવી, ઉલ્હાસ, જીવન, ઓમ પ્રકાશ, મુમતાઝ, જેવા કલાકારો હતા. જ્યારે ૧૯૮૧માં  બનેલી 'ધૂંઆ' માં રાખી, રંજીતા, મિથુન ચક્રવર્તી, પદ્મા ખન્ના, અરૂણા ઈરાનીએ અને અમજદ ખાન જેવા કલાકારો હતાં.

૧૯૪૮માં   રિલીઝ થયેલી  'અનોખી અદા' ના કલાકારોના નામ આપશો. - વેદિકા મહેતા  :  (વડોદરા)

*આ  ફિલ્મમાં  નસીમ, સુરેન્દ્ર, પ્રેમ અદીબ, ઝેબ, કુરેશી, પ્રતિમા દેવી, મુરાદ, કુકુ જેવા કલાકારોએ  અભિનય કર્યો હતો.

મૈને પૂછા ચાંદ સે ગીત કઈ ફિલ્મનું છે.  ગીત કોના પર ફિલ્માવવામાં આવ્યું  હતું. - રક્ષા  દવે :  (સુરત)

*આ  ગીત  ફિલ્મ 'અબ્દુલ્લા'  નું છે. જે  ઝિન્નત અમન અને સંજય ખાન પર  ફિલ્માવવામાં આવ્યું  હતું.

શું  આમિર ખાનની  ફિલ્મ 'સરફરોશ' પૂર્વે આ  શીર્ષક પર  ફિલ્મ બની હતી? બની હોય તો  કઈ સાલમાં?

- પ્રવીણ સુલેમાન : (અંજાર-કચ્છ)

*આમિર ખાનની 'સરફરોશ'  ફિલ્મ પૂર્વે આ શિર્ષક  પર બે વાર ફિલ્મ  બ ની હતી. એક વાર આ શિર્ષક પર ૧૯૬૪માં  ફિલ્મ બની હતી. અને ૧૯૮૫ માં પણ  'સરફરોશ' નામની એક  ફિલ્મ રિલીઝ થઈ હતી.

'સાવન  કો  આને દો'  કયા વર્ષમાં  રજૂ થઈ હતી? આ ફિલ્મના મુખ્ય કલાકારો  કોણ હતા? - મહેશ દેસાઈ :  (વલસાડ)

*'સાવન કો આને દો'  ૧૯૭૯ માં રિલીઝ થઈ હતી જેમાં અરુણ ગોવિલ, ઝરિના વહાબ અને રીતા ભાદુરીએ અભિનય  કર્યો હતો.

'બહારો  મેરા જીવન ભી સંવારો'.... ગીત કઈ ફિલ્મનું છે?

-  રેખા મહેતા : (મુંબઈ)

*આ ગીત ફિલ્મ 'આખરી     ખત'  નું  છે. 

'હીરા કી તમન્ના હૈ પન્ના ઉસે મિલ જાયે' ગીત કઈ  ફિલ્મનું  છે? આ આ ફિલ્મ  ક્યારે  રિલીઝ થઈ હતી?

*આ ગીત  'હિરા પન્ના' નું  છે જે ૧૯૭૩માં  રિલીઝ થઈ હતી.



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2riPY4O
Previous
Next Post »