
અમેરિકાની રાજધાની વોશિંગ્ટન ડીસીમાં આયોજીત એક સમારંભમાં રિકી માર્ટિન અને જવાન યોસેફે જાહેરાત કરી હતી કે બન્ને ચોથા બાળકમાં આગમનની પ્રતીક્ષા કરે છે. આ સમલૈંગિક દંપત્તિ છે.
રિકીએ કહ્યું કે એનું સમસ્ત કુટુંબ સમારોહમાં હાજર છે. પતિ જવાન, જોડકાં બાળકો વેલેન્ટાઈનો અને મેટીયો સમારંભમાં ઉપસ્થિત છે. કુટુંબ પ્રેમ એને કામ કરવાની સતત પ્રેરણા પૂરી પાડે છે. બન્નેએ આઠ મહિનાની દીકરી લ્યુસિયાને જીવનના પ્રકાશ સમી લેખાવી હતી.
રિકીએ કહ્યું કે એના કુટુંબનું વિસ્તરણ થવા જઈ રહ્યું છે અને અમે બન્ને 'પ્રેગનન્ટ' છીએ. વધુ વિગતોનો ફોડ પાડવાનું એણે ટાળ્યું હતું.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/33SjqvL
ConversionConversion EmoticonEmoticon