વરુણ,ભૂમિ અને કિયારાએ કરણ જોહરની ફિલ્મ સાઇન કરી


મુંબઇ,તા. 8 ડિસેમ્બર 2019, રવિવાર

'હમ્પટી શર્માની દુલ્હનિયાં, બ્રદીનાથ કી દુલ્હનિયાં' અને ધડકના દિગ્દર્શક શશાંક ખેતાન હાલ આગામી ફિલ્મની તૈયારીમાં વ્યસ્ત છે. 

શશાંકની આવનારી ફિલ્મનું શિર્ષક જોકે હજી સુધી ફાઇનલ થયું નથી. પરંતુ આ ફિલ્મ કરણ જોહરના ધર્મા પ્રોડકશન હેઠળ બનવાની છે, જે રોમેન્ટિક પારિવારિક ડ્રામા હશે.

સૂત્રના અનુસાર, આ ફિલ્મમાં વરુણ ધવન, કિયારા અડવાણી અને ભૂમિ પેડણેકરને ફાઇનલ કરી નાખવામાં આવ્યા છે. કિયારાએ ધર્મા પ્રોડકશન સાથે સતત ત્રણ ફિલ્મોની ડીલ કરી છે, જેમાં પહેલી ફિલ્મ 'ગુડ ન્યુઝ' છે, બીજી શશાંક ખેતાનની છે. 

જોકે શશાંકને તો આ ફિલ્મમાં આલિયા ભટ્ટને સાઇન કરવાની ઇચ્છા હતી, પરંતુ આલિયા સાથે તારીખોનો મેળ બેઠો નહોતો. 



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2P3hcFK
Previous
Next Post »